GU-Vice Chancellor/ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મળ્યા પ્રથમ મહિલા કુલપતિ

યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મહિલા કુલપતિ નિમાયાં છે. ડો. નીરજા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે. ડો. નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા અને પહેલાં મહિલા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે.

Top Stories Ahmedabad Gujarat

તાજેતરમાં જ અહેવાલ છપાયો હતો કે ગુજરાતની GU-Vice Chancellor આટલી યુનિવર્સિટીઓ વાઇસ ચાન્સેલર વગરની છે અને થઈ જશે. તેમા ગુજરાત યુનિ.નું નામ પણ હતુ. પણ હવે આવું નહી રહે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે નવાં કુલપતિ મળી ગયાં છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મહિલા કુલપતિ નિમાયાં છે. ડો. નીરજા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે. ડો. નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા અને પહેલાં મહિલા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS)નું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ હતા.

ડો. નીરજા ગુપ્તા મૂળ અમદાવાદના 
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી GU-Vice Chancellor થતાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિનું જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની સાચી યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવાના આવી છે. નીરજા ગુપ્તા અમદાવાદના રહેવાસી છે.
નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે.ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસરે રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના સભ્ય પણ રહી ચૂક્યા છે.

ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, GU-Vice Chancellor ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેસન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.

આ પણ વાંચોઃ Gujarat Rains/ વરસાદનો મેટિની શોઃ સૌરાષ્ટ્રમાં વરસાદની ધડબડાટી, જૂનાગઢ પછી જામનગરનો વારો

આ પણ વાંચોઃ Sebi-IPO/ સેબીએ આઇપીઓ લિસ્ટિંગની મર્યાદા છ દિવસથી ઘટાડી ત્રણ દિવસની કરી દીધી

આ પણ વાંચોઃ UCC Joins Article 370/ શું રામ મંદિર અને કાશ્મીરની જેમ UCC માટે 5 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે?

આ પણ વાંચોઃ GST પર કેન્દ્ર સરકારઃ/ GSTને લઈને  નાણામંત્રીએ આપ્યા સારા સમાચાર, સામાન્ય લોકોને મળ્યો મોટો ફાયદો, ઓછુ થશે માસિક બિલ

આ પણ વાંચોઃ US Supreme Court/ યુએસ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી પ્રવેશમાં જાતિ આધારિત અનામત ખતમ કરી