Amreli News/ અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ દોડતી થઈ

અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી (Collector Office)ને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. પોલીસ, SOG અને બોમ્બ સ્ક્વોડે તપાસ કરી, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં.

Top Stories Gujarat Breaking News
Collector Office

Amreli News:અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી (Collector Office)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં બોમ્બ બ્લાસ્ટની વાત કરવામાં આવી છે, જેમાં અમરેલી કલેક્ટર કચેરી (Collector Office)ને નિશાન બનાવવાનું કહેવાયું છે.આ ધમકીથી કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

અમરેલી કલેક્ટર કચેરી (Collector Office)માં સર્ચ ઓપરેશન

કલેક્ટર કચેરી (Collector Office)ને ઈમેલ દ્વારા ધમકી મળી હતી, અને મોકલનારનું સરનામું અને ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી.અજાણ્યા વ્યક્તિએ દસ લીટીના ઈમેલમાં અલગ અલગ ધમકીભર્યા ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ, સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી અને અમરેલી કલેક્ટર કચેરી (Collector Office) માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર અશોક કુમાર મકવાણાએ શહેર પોલીસમાં અજાણ્યા મોકલનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર કચેરીમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આનાથી કર્મચારીઓ અને અરજદારોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો, પરંતુ તપાસ હજુ ચાલુ છે.
ડિઝાસ્ટર વિભાગના અધિકારી અને જનસંપર્ક અધિકારી અશોકકુમાર જીવનલાલ મકવાણાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી