રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેશે. સુરત ખાતે ગ્રીષ્માના ઘરે જઇ ગ્રીષ્માના પરીવાર ન્યાય મળ્યાનાં સંતોષ સાથે સાંત્વના પાઠવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યગૃમંત્રી હર્ષ સંઘવી એ ગ્રીષ્માના પરિવારને ન્યાય અપાવવાનું વચન આપ્યુ હતું. ત્યારે હત્યારા ફેનિલન કોયાણીને ગુરુવારે ફાંસીની સજા ફરમાવવામાં આવી છે ત્યારે ગૃહમંત્રીએ આપેલા વચન પૂર્ણ થતા આજે તેઓ આજે તેમના તમામ કાર્યક્રમ રદ કરીને ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેશે.
ગૃહ મંત્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવા જધન્ય ગુનાઓ કરનારને રાજ્ય સરકાર ક્યારેય બક્ષવા માંગતી નથી. આજે આવેલ આ ચૂકાદાનો ભય કોઇપણ ગુનો કરનાર આરોપીના મગજમાં રહેશે. જેના પરીણામે ગુનો કરતા ફફડશે. ગ્રિષ્માના માતા-પિતાને તેમના ઘરે જઇ ઝડપી ન્યાય અપાવવા મે આપેલુ વચન આજે પુર્ણ થયું છે. આરોપી ફેનિલને આજે ફાંસિની સજા થતા અમે આપેલુ વચન આજે પૂર્ણ થયુ છે. જેનો અમને સંતોષ છે. ગ્રીષ્માના માતા-પિતાને આપેલ ખાતરી મુજબ મારા તમામ કાર્યક્રમો રદ્દ કરી તેમના નિવાસસ્થાને જઇ તેમને વંદન કરવા હું જવાનો છું.
ગૃહ રાજ્ય મંત્રી એ ઉમેર્યુ કે, આ ઘટનામાં મળેલ ન્યાયને પરિણામે આ લડાઇ રાજ્ય સરકાર આગળ વધારશે. ગુજરાતમાં કોઇ પણ ગુનો બનશે તો ગુનેગારોને કડક સજા અપાવવા અને ભોગબનનારને ન્યાય અપાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહેશે. રાજ્યમા આવી એક પણ ઘટના બને એ સારૂ નથી. ગૃહ મંત્રી તરીકે મારી જવાબદારી અને મારૂ લક્ષ્ય છે કે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકાર નવી સ્ટ્રેટેજીથી કામ કરવા સઘન આયોજન કરશે. ગુજરાત માં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તીના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં નામ.કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની ફરમાવી છે. તે ગુજરાત સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો : ચીનમાં કોરોનાના કારણે લોકો એકબીજાને મારી રહ્યા છે : ભયાનક વિડીયો વાયરલ
