જામનગર ખાતે ધારાસભ્ય હકૂભા જાડેજા દ્વારા ભાઈજી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહમાં ભાજપ કોંગ્રેસ સહિત અનેક રાજકીય નેતાઓએ હાજરી પુરાવી છે. જેમાં ગુજરાત ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપના પ્રવક્તા વરૂણ પટેલ, તેમજ ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર એક જ બગીમાં બેસીને રથયાત્રામાં જોડાયેલા જોવા મળ્યા હતા. ત્યારે પણ ભાજપના દિગ્ગજ નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા સહિતના ભાજપના નેતાઓ પોથીયાત્રામાં નરેશ પટેલ સાથે જોવા મળ્યા હતા. તો સી આર પાટિલ, શંકરસિંહ વાઘેલા અને હાર્દિક પટેલ સહિત અનેક કોંગ્રેસ અને ભાજપ અને અન્ય પાર્ટીના નેતાઓ પણ આ ભાગવત સપ્તાહમાં હાજરી પુરાવી આવ્યા છે.
આ ભાગવત સપ્તાહમાં રાત્રિ દરમિયાન વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અન્ય મહેમાનોની સાથે ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી. ગતરાત્રીના કીર્તીદાન ગઢવી અને કિંજલ દવેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોથલા ભરીને રૂપિયાનો વરસાદ થયો હતો. ગતરાત્રી કાર્યક્રમ દરમિયાન ચલણી નોટોનો વરસાદ એટલો થયો કે ગણવા વાળા પણ થાકી ગયા હતા. મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં હાર્દિક પટેલ, જયેશ રદડીયા સહિતના અનેક નેતાઓ રૂપિયાનો વરસાદ કર્તા જોવા મળ્યા હતા.
જેમાં ૫૦૦ના દરની ઉપરાંત ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ સહિતની તમામ ચલણી નોટોના નવાનક્કોર બંડલો જ એકીસાથે ઉડતા જોવા મળ્યા હતા. કથા મંડપના એક સ્થળે કોથળા ભરી ભરીને ચલણી નોટો ઠાલવવામાં આવી હતી, અને તેને ગણવા માટેની આયોજકોની ટીમ ચલણી નોટો એકત્ર કરતાં જ થાકી ગઈ હતી.
નોધનીય છે કે, જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી દ્વારા આયોજિત ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથામૃતપાન કરાવવા માટે તેમજ લોકડાયરાના રાત્રી કાર્યક્રમો માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના ધારાસભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને ગુજરાતભરમાંથી અનેક ધારાસભ્યો- સંસદસભ્યો તેમજ અન્ય રાજકીય આગેવાનો, સામાજિક ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ, સંતો -મહંતો, કથાનું રસપાન કરવા માટે જામનગરના આંગણે આવી રહ્યા છે.
