NEPAL/ નેપાળમાં 22 લોકોને લઈને જઈ રહેલ વિમાન ગુમ,  4 ભારતીય અને 3 જાપાની નાગરિકો હતા સવાર 

વિમાનને મસ્ટેંગ જિલ્લાના જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક થયો ન હતો

Top Stories India
વિમાન

નેપાળમાં તારા એયર 9 NAET ટ્વીન એન્જિનવાળા એરક્રાફ્ટનો સંપર્ક તૂટી ગયો છે. તેમાં 19 મુસાફરો સવાર હતા. ત્રણ ક્રૂ મેમ્બર પણ હતા. ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય અને ત્રણ જાપાની નાગરિકો પણ સવાર હતા. બાકીના નેપાળી નાગરિકો હતા. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે પ્લેન પોખરાથી જોમસોમ માટે સવારે 9:55 વાગ્યે ઉડાન ભરી હતી.

મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે, “વિમાનને મસ્ટેંગ જિલ્લાના જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક થયો ન હતો.”

જિલ્લા પોલીસ ઓફિસ મસ્ટેંગના ડીએસપી રામ કુમાર દાનીએ કહ્યું કે અમે સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત કરી રહ્યા છીએ. તે જ સમયે, તારા એયરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું કે કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાયલોટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા.

આ પણ વાંચો:ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાનો કાર્યભાર હાલ હળવો થશે નહિ : સરકારનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:તાજમહેલની નીચે પીએમ મોદીની ડિગ્રી શોધી રહ્યા છે ભાજપના નેતાઓ:અસદુદ્દીન ઓવૈસી   

આ પણ વાંચો:IPL સમાપન સમારોહમાં પરફોર્મ કરશે આ દિગ્ગજ કલાકારો

logo mobile