વિરોધ/ CM ભગવંત માનની મુલાકાત પહેલા સિદ્ધુ મુસેવાલાના ઘરે પહોંચેલા AAPના ધારાસભ્યનો વિરોધ,મુખ્યમંત્રીની મુલાકાત રદ થવાની સંભાવના

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગુરપ્રીત સિંહ બાનાવલીને પરિવારના સભ્યોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો

Top Stories India

પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગુરપ્રીત સિંહ બાનાવલીને પરિવારના સભ્યોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બનાવલીમાં તેમના પરિવારના સભ્યોને મળવા મુસેવાલાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે હોબાળો થયો હતો અને તે પાછા ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે કે હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મુલાકાત રદ્દ થવાની સંભાવના છે.

પંજાબ સરકારે ગાયક-રાજકારણી અને સેલિબ્રિટીની સુરક્ષા રદ કર્યાના થોડા દિવસો પછી, અજાણ્યા બંદૂકધારીઓએ માનસાના જવાહરકે ગામમાં મૂસેવાલા પર હુમલો કર્યો અને તેમની થાર કાર પર ગોળીબાર કર્યો. AN-94 એસોલ્ટ રાઇફલ સહિત ઓછામાં ઓછા ત્રણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી 30 ખાલી ગોળીઓ મળી આવી હતી.કેનેડા સ્થિત ગેંગસ્ટર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગાયકની હત્યા ગયા વર્ષે અકાલી નેતા વિકી મિદુખેડાની હત્યાના બદલામાં હોવાનું જણાય છે.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને આ ઘટનાની તપાસ માટે હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં ન્યાયિક પંચની રચના કરવાની અગાઉ જાહેરાત કરી હતી.