નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સતત ત્રીજા દિવસે પૂછપરછ કરવામાં આવી હતી. રાહુલે હવે ED ઓફિસમાંથી ઘર પરત ફરી રહ્યા છે . ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ મંગળવારે કોંગ્રેસ નેતાની 11 કલાકથી વધુ અને સોમવારે 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. ED પ્રશ્નોની શ્રેણી હજુ પૂરી થઈ નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીને શુક્રવારે 17 જૂને બોલાવવામાં આવ્યા છે.
Unemployment Rate / વર્ષ 2020-21માં રોજગાર વધ્યો, જાણો બેરોજગારીનો દર કેટલો ઘટ્યો
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ આવતીકાલની રજા માંગી હતી, જેને EDએ મંજૂર કરી દીધી છે. છેલ્લા બે દિવસની જેમ આજે પણ કોંગ્રેસના કાર્યકરોએ તેમના નેતાના સમર્થનમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસનો આરોપ હતો કે રાહુલ ગાંધીની EDની પૂછપરછ દરમિયાન તેના કર્મચારીઓ બળજબરીથી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હતા અને પાર્ટીના કાર્યકરો અને નેતાઓની મારપીટ કરી હતી. જોકે, દિલ્હી પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે
Team announcement / આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યા ભારતનો કેપ્ટન તો રિષભ પંત કરશે આરામ
