સુરેન્દ્રનગર/ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ફરી સવાલો ઉભા થયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારીની સાથે હવે ખંડણીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રતનપરના વેપારી વૃદ્ધ ખેડૂત પાસેથી ગેરકાયદેસર પ્લોટ ઉપર કબજો મેળવવાની ચીમકી આપી

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારીની સાથે હવે ખંડણીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રતનપરના વેપારી વૃદ્ધ ખેડૂત પાસેથી ગેરકાયદેસર પ્લોટ ઉપર કબજો મેળવવાની ચીમકી આપી અને આવારા તત્વો દ્વારા 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાં ઘનશ્યામભાઈ નામના યુવકનો પ્લોટ આવેલો હોય તે ખાલી કરવાની ધમકી આપેલી હોય અને બે આરોપીઓ ઘનશ્યામભાઈના ખેતરમાં જ ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવી અને ગુનો કરાવાના ઇરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી ઘનશ્યામભાઈને કહેલુ કે, પાંચ લાખ આપવાના હતા તે કેમ આપેલ નથી તેમ કહી ફરીયાદી પાસેથી મારવાનો ભય બતાવી 50 હજારની-ખંડણી માંગી હતી.

ઘનશ્યામભાઈએ પૈસા આપવાની તથા ખેતર ખાલી કરવાની ના પાડતા આ બંને આરોપીઓએ ગાળો આપી તથા આરોપી નં-1 નાએ લાકડાના ખાટલાના પાયા વતી જમણા પગે તથા કમરના ભાગે માર મારી મુઢ ઈજાઓ કરી તથા આરોપી નં-2 નાએ ફરીને ગાલ ઉપર લાફા મારી તથા આરોપીએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ગુનો કરવામાં એક બીજાની મદદગારી કરી મે.ડી.એમ સાહેબના હથીયાર બંધી હેરનામાનો ભંગ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જતી હોય ત્યારે વધુ એક ખડણીનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અને હાલમાં પોલીસ તંત્ર દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખાનગી પ્લોટ ઉપર કબજો મેળવવા માટે પ્લોટ ખાલી કરવાનુ કહી અને પાંચ લાખ રૂપિયા બે ઈસમો દ્વારા આધેડ પાસે માગવામાં આવ્યા હતા. પરંતુ આ નાણાં ચૂકવવામાં આવતા આધેડને માર મારવામાં આવ્યો છે. અને રૂપિયા 50 હજારની ફરી એક વખત ખંડણી માંગવામાં આવતા આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માત્ર જોરાવરનગર વિસ્તારમાં જ છેલ્લા દસ દિવસમાં ત્રણ જેટલા કેસો સામે આવ્યા છે. જેને લઈને હાલમાં ચકચાર મચી જવા પામી છે.