Women's Hockey World Cup/ ભારતીય મહિલા ટીમની સતત બીજી મેચ પણ ડ્રો,ચીન સામેની મેચ 1-1થી બરાબર

ભારત હજુ પણ મહિલા હોકી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. ટીમે મંગળવારે પૂલ બીમાં ચીન સામે સતત બીજો ડ્રો રમ્યો હતો.

Top Stories Sports

ભારત હજુ પણ મહિલા હોકી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. ટીમે મંગળવારે પૂલ બીમાં ચીન સામે સતત બીજો ડ્રો રમ્યો હતો. આ પહેલા ભારતે ઈંગ્લેન્ડ સાથે પણ 2-2થી ડ્રો રમી હતી. ભારતે તેની છેલ્લી મેચ ગુરુવારે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમ સામે ચીનના ઝેંગ જિયાલીએ 26મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતની બરાબરીનો ગોલ વંદના કટારિયાએ 45મી મિનિટે કર્યો હતો જ્યારે પેનલ્ટી કોર્નર પર ગુરજીત કૌર તરફથી બોલ તેની સ્ટિક સાથે અથડાયો હતો. વંદનાએ પણ ઈંગ્લેન્ડ સામે ગોલ કરીને ટીમ ઈન્ડિયાને હારમાંથી બચાવી હતી.

પ્રથમ બે ક્વાર્ટરમાં, ભારતનો બોલ પર અંકુશ વધુ હતો અને તેણે ઘણી તકો પણ બનાવી પરંતુ ગોલમાં ફેરવી શક્યા નહીં. બીજી તરફ ચીનના ખેલાડીઓએ વળતો પ્રહાર કરીને ભારતીય ડિફેન્સને નુકસાન પહોંચાડ્યું હતું. નવમી મિનિટે નવનીત કૌરે ગોલ પર પહેલો હુમલો કર્યો, જેને ચીનના ગોલકીપર લિયુ પિંગે બચાવી લીધો.

ભારત 23મી મિનિટે ગોલ કરવાની નજીક આવી ગયું હતું પરંતુ બોલ ગોલપોસ્ટ પર વાગી ગયો હતો. જ્યોતિકાએ રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો પરંતુ રેફરલ બાદ તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. ભારતને તરત જ પેનલ્ટી કોર્નર મળ્યો જે નિરર્થક ગયો. હાફ ટાઈમ સુધીમાં ચીને એક ગોલની સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં ભારતને 42મી મિનિટે સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ગોલ થઈ શક્યો નહીં.