દેશમાં ચામાસું વિધિવત પ્રારંભ થઇ ગયું છે, અનેક રાજ્યોમાં ભારે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે,ભારે વરસાદના લીધે તારાજીના દશ્યો પણ જોવા મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ભયજનક બની ગઈ છે. બુધવારે કુલ્લુમાં વાદળ ફાટવાથી મણિકરણ ખીણમાં પૂર આવ્યું હતું. જેના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. પ્રશાસન લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. આભ ફાટવાથી ભારે નુકશાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
કુલ્લુના એસપી ગુરદેવ શર્માએ જણાવ્યું કે અહીં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.પરંતુ ટીમો તત્પરતાથી બચાવ કાર્યમાં લાગેલી છે. તેમણે જણાવ્યું કે પૂરના કારણે 6 લોકો ગુમ થયા છે. તેની શોધખોળ ચાલુ છે. 7 મકાનોને ભારે નુકસાન થયું છે. આ સાથે ત્રણ પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. પૂરના કારણે ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું નથી. આ સાથે લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.
એસપી ગુરદેવ શર્માએ જણાવ્યું કે વરસાદે મણિકર્ણમાં પણ તબાહી મચાવી છે. અહીં ડઝનબંધ પ્રવાસી શિબિરો અને મકાનોને નુકસાન થયું છે. તે જ સમયે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરના કારણે લગભગ 6 લોકો ગુમ થયા છે. ખતરાને જોતા લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. નદીઓના કિનારે ન જાવ.
