ભાજપના પૂર્વ પ્રવકતા નુપુર શર્માએ ઇસ્લામના મહાન પયગંબર પર વિવાદિત નિવેદન આપતા સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો અને દેશ સહિત વિશ્વમાં આ નિવેદનની નિંદા કરવામાં આવી હતી. આ મામલે સોશિય માીડિયા પર ઘણાબધા લોકો નુપુરના સમર્થનમાં પોસ્ટ કરતા હતા,ઉદયપુરના કનૈયાલાલે નુપુરના સર્મથનમાં પોસ્ટ કરતા તેમની કટ્ટરપંથીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
ઉદયપુરના કનૈયાલાલના બે પુત્રોને સરકારી નોકરી આપવામાં આવશે. આ જાહેરાત મુખ્યમંત્રી અશોક ગહેલોત સીએમ હાઉસ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કરી હતી. કેબિનેટમાં આવેલા આ પ્રસ્તાવ પર તમામ મંત્રીઓએ પણ સહમતિ દર્શાવી છે. આ પહેલા રાજ્ય સરકારે કનૈયાના પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.આ સિવાય કેબિનેટની બેઠકમાં બીજા ઘણા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જેમાં નવી સરકારી કોલેજોની કામગીરી અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 28 જૂને કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે 28 જૂન, મંગળવારે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. તે ધનમંડી વિસ્તારના ભૂત મહેલ વિસ્તારમાં રહેતો હતો અને વ્યવસાયે દરજી હતો. બે મુસ્લિમ યુવકો કપડાનું માપ આપવાના બહાને તેની દુકાને પહોંચ્યા અને કન્હૈયા પર ધારદાર હથિયારોથી હુમલો કરવા લાગ્યા. ઝડપી હુમલાઓએ કન્હૈયાને સ્વસ્થ થવાની તક પણ આપી ન હતી. તેની ગરદન કપાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હુમલામાં દુકાન પર કામ કરતા તેમના સાથીદાર ઈશ્વરસિંહને પણ ગંભીર ઈજા થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
nominated/ પીટી ઉષા, ઇલીયારાજા સહિત આ 4 દિગ્ગજ જશે રાજ્યસભામાં, પીએમ મોદીએ ટ્વિટ કરીને પાઠવ્યા અભિનંદન
