ગુજરાત/ સુરેન્દ્રનગરની મહિલા સાસરેથી ભાગી, પીયરથી ભાગી અને પોલીસ સ્ટેશન જઈને પીધી દવા

સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ એક સપ્તાહથી પીયર જોરાવરનગર ખાતે ચાલી ગઈ હતી પરંતુ સાસરિયાનાં માનસિક ત્રાસથી કંટાળીએ પીયરથી નીકળી ગઈ હતી.

Gujarat Others
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં એક એવી ઘટના ઘટી છે જે લોકોને વિચારતા કરી મૂકે છે. કારણકે એક મહિલા તેના સાસરે પરેશાન હતી તો તે તેના પીયર આવી ગઈ પરંતુ પિયરમાં પણ શાંતિ નહીં મળતા તે સાસરિયાના માનસિક ત્રાસની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોચી ગઈ અને ત્યાં જ કમ્પાઉન્ડમાં જ ઝેરની બોટલ ખોલીને ઝેર ગટગટાવા લાગી હતી.

વધુ વિગત અનુસાર સુરેન્દ્રનગરનાં જોરાવરનગરમાં રહેતા દેવીપૂજક પરિવારની મહિલાને ખેડા ગામે પરણાવી હતી. સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ એક સપ્તાહથી પીયર જોરાવરનગર ખાતે ચાલી ગઈ હતી પરંતુ સાસરિયાનાં માનસિક ત્રાસથી કંટાળીએ પીયરથી નીકળી ગઈ હતી. લીંબડી બસ સ્ટેન્ડ આવી પુછપરછ કરતા લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોચ્યા હતા પરંતુ લીંબડી પોલીસે કોઈ નોંધ ન લેતા કંટાળી પોલીસ સ્ટેશનનાં કંપાઉન્ડમાં જ પોતાની પાસે રહેલી કપાસમાં છાંટવાની દવા ગટગટાવી લઇ રાડારાડ કરી મુકતા લીંબડી પોલીસે તાબડતોબ દોડી આવી હતી અને મહિલાને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. લીંબડી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવી હતી અને પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કચ્છ સરહદ પરથી એક સાથે દસ પાકિસ્તાની બોટ અને ખલાસીઓ પકડાયા