Wimbledon 2022/ રાફેલ નડાલ વિમ્બલ્ડનની સેમિફાઇનલમાંથી આ કારણથી સ્વૈચ્છિક બહાર,જાણો

નડાલે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો છે. હવે વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચીને ટાઇટલ જીતવાની આશા વધારી દીધી હતી

Top Stories Sports

વિમ્બલ્ડનની કર્વાટર ફાઇનલ મેચમાં રસાકસી મેચમાં નડાલે  ટેલર ફ્રિટ્ઝને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો,પરતું હવે સેમીફાઇનલમાંથી તેમણે પોતાનું નામ પાછું  ખેંચી લેતા તેમના ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઇ છે. મેન્સ સિંગલ્સમાંટોપ સીડ નોવાક જોકોવિચ પ્રથમ સેમિફાઈનલમાં કેમેરોન નૌરી સામે ટકરાશે. બીજી તરફ બીજી સેમિફાઇનલમાં રાફેલ નડાલનો મુકાબલો નિક કિર્ગિઓસ સામે થવાનો હતો, પેટમાં ઇજાના કારણે નડાલે સેમિફાઇનલ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આવી સ્થિતિમાં નિક કિર્ગિઓસ એકપણ મેચ રમ્યા વિના ફાઇનલમાં પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કેરાફેલ નડાલે વિમ્બલ્ડન વોર-ફાઈનલમાં ટેલર ફ્રિટ્ઝ સામે શાનદાર રમત બતાવી ટેલર ફ્રિટ્ઝને 3-6, 7-5, 3-6, 7-5, 7-6 થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો,પરતું તે કવાર્ટર ફાઇનલ મેચમાં શારીરિક સમસ્યા સાથે ઝઝુમી રહ્યા હતા,અને આ સમસ્યા વધી જતા તેમણે સેમીફાઇનલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. 

નોંધનીય છે કે નડાલે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો છે. હવે વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચીને ટાઇટલ જીતવાની આશા વધારી દીધી હતી,પરતું  મેચ દરમિયાન બીજા દાવ દરમિયાન નડાલ પણ ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તેણે જીતનો જુસ્સો જાળવી રાખ્યો હતો અને ઈજાગ્રસ્ત થયા બાદ પણ તેણે કોર્ટ પર આવીને શાનદાર રમત બતાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. નડાલ હવે સેમિફાઇનલમાં નિક કિર્ગિઓસ સામે ટકરાવવાનો હતો પરતું પેટની સમસ્યાના લીધે હવે તેમણે પોતાનું નામ પરત ખેચી લીધું છે, જેના લીધે તેમના પ્રતિસ્પર્ધી સીધા ફાઇનલમાં પહોંચી ગયા છે.