Bollywood/ આ અભિનેતાએ કહ્યું આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ફિલ્મ ફ્લોપ થશે, સુપરસ્ટારની કારકિર્દી થઇ જશે ખતમ!

મને લાગે છે કે આમિર ખાનની આ ફિલ્મ ફલોપ સાબિત થશે. આ એક મોટી ડિઝાસ્ટર ફિલ્મ હશે અને આમિર ખાનની કારકિર્દીનો પણ અંત આવશે.

Entertainment

કમાલ આર ખાન હમેંશા વિવાદમાં રહે છે, તે પોતાને ફિલ્મ સમીક્ષક કહે છે પરતું તે અપમાનિત ભાષાનો પ્રયોગ કરે છે,  કેઆરકે દરેક ફિલ્મને ટાર્ગેટ કરે છે જે રિલીઝ થવાની છે અથવા તો થઈ ચૂકી છે. આ વખતે KRKએ સુપરસ્ટાર આમિર ખાન પર નિશાન સાધ્યું છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થવાની છે. KRKએ આમિર ખાન પર નિશાન સાધ્યું છે અને તેને ‘લાલ સિંહ બુઢા’ કહ્યો છે. KRK અલગ દાવો કરી રહ્યો છે. તેનું કહેવું છે કે આ ફિલ્મને લઈને તેને ઘણી નકારાત્મક ટિપ્પણીઓ મળી રહી છે. લોકો કહે છે કે આ ફિલ્મ મોટી ફ્લોપ રહેશે .કેઆરકેએ ટ્વીટ કર્યું KRK દરેક અભિનેતાને ટ્રોલ કરવાનું પસંદ કરે છે. તે દરેક ફિલ્મ પર નિશાન સાધતો જોવા મળે છે. આ વર્ષે એવી કોઈ ફિલ્મ આવી નથી જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હોય અને KRKએ તેની મજાક ઉડાવી ન હોય. KRKએ એક નવું ટ્વિટ કર્યું છે, જેમાં તેણે આમિર ખાન માટે સ્પષ્ટ લખ્યું છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી સુપરસ્ટારની કારકિર્દી ખતમ થઈ જશે.

 

 

KRKએ 9 જુલાઈની સવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “મને લાલ સિંહ ચડ્ઢા વિશે એટલી બધી નકારાત્મક ટિપ્પણીઓ મળી રહી છે કે મારા માટે તેને દરરોજ વાંચવી મુશ્કેલ છે. તેથી મને લાગે છે કે આમિર ખાનની આ ફિલ્મ ફલોપ સાબિત થશે. આ એક મોટી ડિઝાસ્ટર ફિલ્મ હશે અને આમિર ખાનની કારકિર્દીનો પણ અંત આવશે.