RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav) હાલમાં દિલ્હીની એઈમ્સ (Delhi AIIMS)માં દાખલ છે. પરંતુ હવે આ બધાની વચ્ચે આવી રહેલા મોટા સમાચાર અનુસાર તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav)ને મંગળવારે ટ્વીટ કરીને જાણકારી આપી કે લાલુ પ્રસાદ યાદવને AIIMSમાં શ્રીમદ ભગવદ્ ગીતા ના પાઠ કરવા અને સાંભળવાથી રોકવામાં આવ્યા છે.
આ મહાપાપની કિંમત ચૂકવવી પડશે:તેજ પ્રતાપ
વાસ્તવમાં, હવે તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કરીને લખ્યું છે કે, “પિતાને હોસ્પિટલમાં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા અને સાંભળતા અટકાવવામાં આવ્યા હતા, જ્યારે પિતાને ગીતા વાંચવાનું અને સાંભળવાનું પસંદ છે. જે અજ્ઞાની તેમને ગીતા વાંચતા અટકાવે છે તે જાણતા નથી કે તેમણે આ જ જન્મમાં જ આ મહાપાપની કિંમત ચૂકવવી પડશે.
पिताजी को अस्पताल में श्रीमद भगवत गीता का पाठ करने एवं सुनने से रोक दिया गया,जबकि पिताजी को गीता पाठ पढ़ना एवं सुनना काफी पसंद है……गीता पाठ से रोकने वाले वाले उस अज्ञानी को ये नही पता कि इस महापाप की कीमत उसे इसी जन्म में चुकानी होगी.. pic.twitter.com/h46fjWXqPb
— Tej Pratap Yadav (@TejYadav14) July 12, 2022
લાલુ યાદવની મોટી પુત્રી મીસા ભારતીએ કહ્યું હતું કે, ‘તમારા મનોબળ અને તમારી પ્રાર્થનાના કારણે લાલુ યાદવની હાલત હવે ઘણી સારી છે. કૃપા કરીને અફવાઓ પર ધ્યાન ન આપો. લાલુ યાદવને તમારી પ્રાર્થનામાં યાદ રાખો. ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવ સીડી પરથી પડી ગયા હતા. જેના કારણે તેના જમણા ખભામાં ફ્રેકચર થયું હતું અને ગ્રોઈનમાં ઈજા પણ થઈ હતી.
આ પહેલા લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ ટ્વીટ કરીને લાલુ યાદવનો ફોટો શેર કર્યો હતો. આ તસવીરોમાં લાલુ પ્રસાદની તબિયત પહેલા કરતા સારી દેખાઈ રહી હતી અને તેઓ ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા. મીસાએ કહ્યું હતું કે લાલુ યાદવની તબિયતમાં ઘણો સુધારો થયો છે. તેણે કહ્યું કે તેના પિતા દરેક મુશ્કેલી સામે લડીને બહાર આવવાની કળા જાણે છે.
નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવ હાલમાં AIIMSમાં સારવાર માટે દાખલ છે. સાથે જ તેમની તબિયતમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. પરંતુ હવે આ બધાની વચ્ચે તેજ પ્રતાપે આ ટ્વિટ કરીને નવો વિવાદ શરૂ કરી દીધો છે. જો કે, અત્યાર સુધી આ અંગે AIIMS તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ પણ વાંચો:દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ રદ, સામે આવ્યું આ મોટું કારણ
આ પણ વાંચો:નવસારીમાં ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર
આ પણ વાંચો:સાણંદમાં ભારે વરસાદ : નિધરાડ ગામ બન્યું સંપર્ક વિહોણું
