ગીર સોમનાથ/ ડેમના બે દરવાજા ખોલાયા : વેરાવળ અને તાલાલા તાલુકાના ગામો એલર્ટ પર

ગીર સોમનાથમાં કોડીનાર શહેરનના મધ્યેથી પસાર થતી શીંગવડા નદીમાં નવા નીર આવ્યા છે.  જામવાળા નજીક જંગલમાંથી પસાર થતી ઘાતરડી નદીનું પાણી શીંગવડા નદીમાં ભળતા કોડીનારની શીંગવડા નદી બે કાંઠે વેહતી થઈ છે.

Top Stories Gujarat
ગીર સોમનાથ ગીર સોમનાથમાં કોડીનાર શહેરનના મધ્યેથી પસાર થતી શીંગવડા નદીમાં નવા નીર આવ્યા છે.  જામવાળા નજીક જંગલમાંથી

ગુજરાત રાજ્યમાં હવે મેઘ મહેર કહેર બનીને વરસી રહી છે. રાજયના અનેક જીલ્લામાં પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગીર સોમનાથ જીલ્લામાં પણ વરસાદ હવે કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી ચારેતરફ પાણી પાણી થઈ ગયા છે. અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખેતરો પાણી ફરી વળ્યા છે. અને વાવેલો પાક ડૂબી રહ્યો છે.

Gir Somanath District Hit with Heavy Rains

પ્રાપ્ત વિગતો અનુસાર ગિર સોમનાથ, સુત્રાપાડામાં ખેડૂતોના ખેતરો જળ બંબાકાર થયા છે. ગિર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ખાડાઘાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં વાવેલ પાકમાં નુકસાનીનો ખતરો તોળાય રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં આશરે 10 ઈંચ, વેરાવળમાં પણ 4 ઈંચ, તાલાલામાં 5 ઈંચ વરસાદ થયો છે.

  • ગિર સોમનાથમાં જળબંબાકાર
  • સુત્રાપાડાના ખેડૂતોના ખેતરો જળ બંબાકાર
  • છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ
  • સુત્રાપાડાના ખેડૂતોના ખેતરો જળ બંબાકાર
  • છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ

ગીર સોમનાથમાં કોડીનાર શહેરનના મધ્યેથી પસાર થતી શીંગવડા નદીમાં નવા નીર આવ્યા છે.  જામવાળા નજીક જંગલમાંથી પસાર થતી ઘાતરડી નદીનું પાણી શીંગવડા નદીમાં ભળતા કોડીનારની શીંગવડા નદી બે કાંઠે વેહતી થઈ છે.  કોડીનાર શહેરને જોડતા બેઠા પુલ ઉપરથી એક ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે.  ત્યારે તંત્રએ આ પુલ પરથી અવર-જવાર બંધ કરાવી છે. ગીર સોમનાથ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં ગત 24 કલાકમાં 40%થી વધુ પાણીની આવક થઈ છે..ડેમનુ સ્ટોરેજ લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા ખોલાયા છે.  વેરાવળ અને તાલાલા તાલુકાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેરાવળ અને તાલાલા તાલુકાના ગામો એલર્ટ પર રાખવામા આવ્યા છે.

Heavy Rain/ વરસાદ વચ્ચે પીવાના પાણી માટે વલખા, ગંદા પાણીમાં રહેવા મજબુર લોકો