સમસ્યા/ વડોદરામાં મહિલાઓએ અધિકારીઓને કહ્યું, ‘હવે બહાર જ રહો’ : કોર્પોરેટર સાથે જ વોર્ડ કચેરીનાં બારણાં કર્યા બંધ

શહેરમાં ભાજપના હોદ્દેદારોનો ફોન અધિકારીઓ ઉપાડતા નથી કે નથી તેને જવાબ આપતા એવી ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે.

Gujarat Vadodara Trending
વડોદરા

વડોદરા વોર્ડ નંબર સાત વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી નહીં મળવાની સમસ્યાએ સ્થાનિકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે. વારંવાર રજૂઆત તેમ છતાં પણ અધિકારીઓનાં પેટનું પાણી નહીં હલતા ગુરુવારે વિસ્તારની જાગૃત મહિલાઓ દ્વારા વોર્ડ કચેરીએ પહોંચી અને હલ્લાબોલ કર્યો હતો. પીવાનું પાણી….

સવારથી જ રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ અધિકારીઓ કચેરી પર પહોંચે તે માટે રાહ પણ જોઈ હતી પરંતુ લાંબા સમયની રાહ જોયા બાદ જવાબદાર અધિકારીઓ નહીં પહોંચતા પણ આ વિસ્તારની મહિલાઓ દ્વારા વોર્ડ કચેરીની મુખ્ય પ્રવેશ દ્વારને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. આટલા વર્ષો જૂની પીવાની પાણીની સમસ્યાથી હેરાન થયેલી આ મહિલાઓએ અગાઉ પણ વારંવાર રજૂઆત કરી હતી. આ જ વિસ્તારના સત્તા પક્ષના ચૂંટાઈ આવેલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાની આગેવાનીમાં આ મહિલાઓનો મોરચો કચેરીએ પહોંચી અને અધિકારીઓને ચેતવણી આપવા સમાન વોર્ડ ઓફિસે ઊભા રહ્યા ત્યારે પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત પણ નહીં સંતોષાતા અધિકારીઓએ સ્થાનિકોનો આક્રોશનો સામનો કરવો પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરા

વિસ્તારના ભાજપના જ કોર્પોરેટર ભૂમિકાબેન રાણા પણ આ મહિલાઓ સાથે વોર્ડ નંબર સાત ઉત્તર જુનિયર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું કે, વારંવારની રજૂઆતો બાદ પણ વિસ્તારના નાગરિકોની આ મુખ્ય જરૂરિયાતનું નિવારણ આવ્યું નથી ત્યારે તેમણે પણ અધિકારીઓને વારંવાર ફોન કર્યા પરંતુ તેમના પણ ફોનનો જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો નથી આથી આક્રોશિત મહિલાઓએ કોર્પોરેટરને રજૂઆતો કરતા કોર્પોરેટરે પણ સમગ્ર સમસ્યાને લઈને મેયર અને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. હવે ત્યારે જોવાનું છે કે પીવાના પાણીની આ સમસ્યાનો નિવારણ વોર્ડ નંબર 7નાં રહીશોને ક્યારે મળે છે.

આ પણ વાંચો : સી.આર.પાટીલને પદભારના 2 વર્ષ પૂર્ણ | 92 ટકા સીટ પર જીત મેળવી | પેજ સમિતિ પર ફોકસ કરી 53 લાખની નોંધ કરાવવામાં રહ્યા સફળ