IND VS WI/ ભારતે વેસ્ટ ઈન્ડિઝને આપ્યો 309 રનનો ટાર્ગેટ, શિખર ધવન સદી ચૂક્યો

ભારતીય ટીમે ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેન સ્ટેડિયમના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા

Top Stories Sports

ભારતીય ટીમે ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેન સ્ટેડિયમના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા.

ભારતીય કેપ્ટન શિખર ધવન સદી ફટકારવામાંથી ચૂકી ગયો. તેણે સૌથી વધુ 97 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો. શુભમન ગિલ અને ધવને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી. ગિલ 64 રન બનાવીને આઉટ થયો હતો. ધવન 97 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે 54 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર માત્ર 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.