સન્માન/ ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલને ગોધરા રત્ન એવોર્ડથી કરાયા સન્માનિત

સફાઈ કામદારોને આયુષ્માન કાર્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Gujarat Others
ગોધરા

ગોધરાના સરદાર નગર ખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વરદાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઈગલ ગ્રુપ ગોધરા દ્વારા ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે.રાઉલને તેમની સારી કામગીરી કરવા બદલ ગોધરા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વરદાન એજ્યુકેશન….

ગોધરા શહેરના સરદારનગર ખંડ ખાતે ગોધરા નગર પાલિકા અને વરદાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સફાઈ કામદારોને આયુષ્માન કાર્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારો સહિત ગોધરાની જનતા ઉપસ્થિત રહી હતી. ગોધરાના સરદાર નગર ખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોરોના કાળ દરમિયાન જે સફાઈ કામદારો અને કર્મચારીઓ અને અધિકારીઓ સારી કામગીરી કરી છે, તેમણે ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જેમાં ગોધરા નગર પાલિકાના સફાઈ કામદાર વિજેન્દ્ર વિઠ્ઠલભાઈ સોલંકીને બેસ્ટ સફાઈ કામદારનો એવોર્ડ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ ગોધરા નગર પાલિકાના સિનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશ પટેલને પોતાની ફરજ દરમિયાન ૩૨ વર્ષ સુધી ગોધરા શહેરમાં સફાઈ બાબતે સારી કામગરી કરવા બદલ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજય સોની, ડૉ.સુજઆત વલી, ગોધરા નગર પાલિકાના ફાયર ઓફિસર પી.એફ.સોલંકી, દિનેશ કામોલ, તથા ગોધરા આરોગ્ય વિભાગ ના ચેરમેન રાકેશ રાણા, સેનેટરી ઈન્સપેક્ટર સુરપાલસિંહ સોલંકી, મનોજ ચૌહાણ સહિત ના મહાનુભાવોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વડોદરામાં જોય ટ્રેન ફરી દોડતી | વીમો અને અન્ય રકમની ભરપાઈ થતા શહેરીજનોને મળી સુવિધા