આસ્થા/ તમારા કપાળ પર ભૂલથી પણ બીજી સ્ત્રીનું સિંદૂર લગાવશો નહીં, જાણો સિંદૂર સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ

વિવાહિત મહિલાઓ હિંદુ ધર્મમાં ઘણી પરંપરાઓનું પાલન કરે છે, જેમ કે ગળામાં મંગળસૂત્ર પહેરવું અને  માંગ ભરવી એટલે કે તેના માથા પર સિંદૂર અથવા કુમકુમ લગાવવી, આ બધુ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Dharma & Bhakti
વિવાહિત મહિલાઓ હિંદુ ધર્મમાં ઘણી પરંપરાઓનું પાલન કરે છે, જેમ કે ગળામાં મંગળસૂત્ર પહેરવું અને  માંગ ભરવી એટલે કે તેના માથા પર સિંદૂર

સિંદૂર વગર સ્ત્રીનો મેકઅપ અધૂરો માનવામાં આવે છે. સિંદૂરને શુકન સાથે સંકળાયેલા તરીકે પણ જોવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે તેની અસર લગ્નજીવન પર પણ પડે છે. જો પરિણીત મહિલા સિંદૂર ન લગાવે તો તેને અશુભ માનવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે તેના પતિ પર પણ તેની ખરાબ અસર પડી શકે છે. મહિલાઓ માટે સિંદૂર લગાવવા સંબંધિત કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. જાણો આ બાબતો વિશે વધુ…

1. કોઈપણ સ્ત્રીએ ક્યારેય બીજી સ્ત્રીના સિંદૂરનો ઉપયોગ ના કરવો જોઇયે. કહેવાય છે કે આના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ શકે છે અને તેમની વચ્ચે અંતર પણ વધી જાય છે.
2. જ્યારે પણ મહિલાઓ સિંદૂર લગાવે છે, તે સમયે તેમણે માતા પાર્વતીનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ, કારણ કે દેવી પાર્વતી અખંડ સૌભાગ્યનું વરદાન આપે છે. માન્યતા અનુસાર આવું કરવાથી પતિની ઉંમર પણ વધે છે.
3. ફેશનમાં મહિલાઓ પોતાના સિંદૂરને પોતાના વાળમાં એવી રીતે છુપાવે છે કે કોઈ જોઈ ન શકે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. ધાર્મિક ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે પરિણીત મહિલાએ દરરોજ પોતાની માંગમાં સિંદૂર લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સિંદૂર છુપાવવાથી પતિનું સન્માન ઓછું થઈ શકે છે.
4. કેટલીક મહિલાઓ ફેશનના નામે કપાળની વચ્ચે સિંદૂર નથી લગાવતી અને તેને નજીકમાં ક્યાંય પણ લગાવે છે. આવું કરવું શાસ્ત્રોમાં ખોટું માનવામાં આવે છે. આના કારણે પતિ-પત્નીના સંબંધો બગડી શકે છે અથવા પતિ પર કોઈ મુશ્કેલી આવી શકે છે.
5. શાસ્ત્રો અનુસાર મહિલાઓએ દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી જ પોતાની માંગમાં સિંદૂર લગાવવું જોઈએ. શુદ્ધ થયા વિના સિંદૂર લગાવવું એટલે કે સ્નાન કર્યા વિના સિંદુર લગાવવું અશુભ માનવામાં આવે છે.
6. ઘણી વખત, સિંદૂર લગાવતી વખતે, સ્ત્રીઓના હાથમાથી સિંદૂરની ડબ્બીહાથમાંથી નીચે પડી જાય છે અને સિંદુર તેમાથી ઢોળાઈ જાય છે. ઘણી મહિલાઓ તેને ફરીથી બોક્સમાં ભરીને તેનો ઉપયોગ કરે છે. જ્યારે આવું કરવું ખોટું માનવામાં આવે છે. જમીન પર પડેલા સિંદૂરનો ઉપયોગ માંગમાં ન કરવો જોઈએ. આનાથી વિવાહિત જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

ધર્મ વિશેષ / જાણો રુદ્રાક્ષ ક્યારે ધારણ કરવો જોઇયે ?