ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તો આવા સમયમાં ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી એ ફરી રાજકારણમાં સક્રિય થવાની જાહેરત કરી છે. ભરતસિંહની જાહેરાતથી તેમના કાર્યકર્તાઓમા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બોરસદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. તેમના પિતાશ્રી સ્વ. માધવસિંહ સોલંકીના જન્મજયંતિના વંદન કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી હતી. ચુંટણી નજીક આવતા ભરતસિંહ દ્વારા રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે નોધનીય છે કે, બે મહિના અગાઉ તેમના અને તેમની પત્ની વચ્ચે થયેલા વિખવાદના કારણે તેમણે રાજકારણમાંથી વિરામ લેવાની જાહેરાત કરી હતી. સોલંકી દંપતી એટલે કે ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વંદનાબેન સોલંકી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અને અવારનવાર તેમના ઘરના ઝઘડા જાહેરમાં લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. તેમના આં ઝઘડાની આડ અસર કોંગ્રેસ પાર્ટી ઉપર પણ પડી રહી હતી. અને એટ્લે જ તેમણે સક્રિય રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જો કે ત્યારે પણ તેમણે કોંગ્રેસ પક્ષ છોડવાથી ઇનકાર કર્યો હતો.
તેમના રાજકીય વિરામ સમયે સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ વાઇરલ થયા હતા. જે ભરતસિંહ ની સાથે કોંગ્રેસની છબીને પણ નુકશાન પહોચડે તેમ હતા. આ વીડિયોમાં ભરતસિંહ સોલંકીએ કરેલા ખુલાસા પ્રમાણે તેઓ આઈસક્રીમ ખાવા માટે કોઈ યુવતીના ઘરે ગયા હતા. અને અચાનક ત્યાં તેમના પત્ની વંદનાબેન આવી ચઢ્યા હતા. અને ભારે હોબાળો થયો હતો.
National/ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (લીવ) નિયમમાં પીરિયડ લીવની કોઈ જોગવાઈ નથી : સ્મૃતિ ઈરાની
