રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ખાટુશ્યામજીના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
राजस्थान: सीकर के खाटू श्यामजी मंदिर में आज सुबह एक मासिक मेले के दौरान मची भगदड़ में 3 लोगों की मौत हो गई, कई घायल हो गए। 2 घायलों को जयपुर के अस्पताल में रेफर कर दिया गया है। मौके पर पुलिस मौजूद है। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/zFNdNPYg6c
— ANI_HindiNews (@AHindinews) August 8, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી મંદિર નાસભાગમાં 3 મહિલાઓના મોતની ઘટના પર કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.ઉલ્લેખનીય છે કે આજે સવારે રાજસ્થાનના સીકરમાં ખાતુ શ્યામજી મંદિરમાં માસિક મેળા દરમિયાન નાસભાગમાં 3 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. 2 ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
