પીઢ અભિનેતા મુકેશ ખન્ના ઘણીવાર પોતાના વિવાદિત નિવેદનના લીધે હમેશા હેડલાઇન્સમાં રહે છે. દર વખતે મુકેશ ખન્ના કંઈક એવું બોલે છે જેનાથી વિવાદ ઉભો થાય છે. ફરીએકવાર તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે,.તાજેતરમાં જ તેમણે છોકરીના સેક્સ સંબધિત નિવેદન આપ્યું છે. જેના લીધે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે.
https://www.instagram.com/reel/ChB-bFhF6Sn/?utm_source=ig_embed&ig_rid=087f7d53-69fc-499e-8216-1bff0f569fab
ખરેખર, અભિનેતા મુકેશ ખન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહી રહ્યો છે- ‘જો કોઈ છોકરી કોઈ છોકરાને કહે કે મારે તારી સાથે સેક્સ કરવું છે તો તે છોકરી છોકરી નથી. તે ધંધો કરી રહી છે કારણ કે કોઈ પણ સંસ્કારી સમાજની છોકરી ક્યારેય આવી બેશરમ કામો નહીં કરે. જો તેણી કરે છે તો તે સંસ્કારી સમાજની નથી. એ તેમનો ધંધો છે. તેમાં સહભાગી ન બનો.’
