@વિશાલ મહેતા (અમદાવાદ) : અમદાવાદ શહેરમાં એક ટ્રાફિક પોલીસ કડક બની રહી છે અને નવા નવા નિયમો બનાવી રહી છે અને દાવો કરે છે કે શહેરમાં પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે પરંતુ અમદાવાદમાં રોજ રોજ હિટ એન્ડ રન ના કેસ વધી રહ્યા છે. જાણે જાહેર રસ્તાઓ વાહન ચાલકો વાહન ચાલકો નહિ રહેતા યમરાજ બની રહ્યા છે. શહેરમાં વધતા જતા હિટ એન્ડ રનના બનાવને કંટ્રોલ કરવા માટે અને સુરક્ષાનો માહોલ ઉભો કરવા માટે માત્ર પોલીસ નહિ પરંતુ દરેક નાગરિકની પણ જાગૃત થવું પડશે. છેલ્લા બે દિવસમાં બનેલ હિટ એન્ડ રનની ઘટના વાસ્તવમાં ભયજનક અને ચિંતાકારક છે કારણકે કોઈ ઘટનામાં પરિવારે તેના દીકરાને ગુમાવ્યો છે તો કોઈક બનાવામાં ઘરના મોભીને ખોવાનો વારો આવ્યો છે. હિટ એન્ડ રન……….
રાજપથ કલબ પાસે હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદના એસ.જી હાઇવે પાસે આવેલા રાજપથ ક્લબની નજીક મંગળવારની સાંજે હિટ એન્ડ રનની ઘટનાએ આકાર લીધો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા એક ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવાર ગંભીર રીતે ઘવાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ત્રણથી ચાર વાર ગોળ ફરી ને ફંગોળાઈ ગયું હતું. જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટક્કર મારવા છતાં પણ કારચાલક અકસ્માતમાં ઘવાયેલા યુવકને મદદ કરવાને બદલે કાર લઇને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ છતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઈજાઓના કારણે થલતેજમાં રહેતા અને અકસ્માતનો ભોગ બનેલા યુવક સંદીપ ગોહિલનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે સંદીપ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને ત્યાંથી તે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટનાએ આકાર લીધો છે. સંદીપ પોતાના પરિવારમાં આવકનો એકમાત્ર સ્ત્રોત હતો તેના જવાથી પરિવાર પર આભ તૂટી પડયું છે અને મુશ્કેલી ના વાદળો ઘેરાઈ ગયા છે.. તો બીજી તરફ સંદીપ ને ટક્કર મારીને ફરાર થઇ જનાર કારચાલક કોણ હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જેથી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નથી કસૂરવારની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદનાં આશ્રમ રોડ પર હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદના આશ્રમ રોડ પર હિટ એન્ડ રનની ઘટનાએ બે દિવસ પહેલા આકાર લીધો હતો. જેમાં અકસ્માતમાં રીક્ષા ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું છે. ઘટનાની વાત કરીએ તો ST બસની અડફેટે આવતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમાં હોસ્પીટલમાં સારવાર દરમ્યાન 50 વર્ષીય વ્યક્તિનું થયુ મોત થયું છે. રીક્ષા ચાલકનું મોત થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હાથ ધરી છે. ત્યારે બીજી તરફ વધી રહેલા રોડ અકસ્માતના કિસ્સાઓને પગલે મૃત્યુ આકમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જે સરકાર અને ટ્રાફિક પોલીસ માટે ચિંતાનો પ્રશ્ન છે.
આ પણ વાંચો : ધાનેરા તાલુકાનાં સોતવાડા ગામે એમ્બ્રિયો ટ્રાન્સફર થકી પ્રથમ કાંકરેજ વાછરડાનો જન્મ
