ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અમિતાભ ચૌધરીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેણે બીસીસીઆઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોરેને ટ્વિટ કરીને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અમિતાભ ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કરતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટર પર લખ્યું, “જેપીએસસીના પૂર્વ અધ્યક્ષ શ્રી અમિતાભ ચૌધરી જીના આકસ્મિક નિધનના દુઃખદ સમાચાર. ભૂતપૂર્વ IPS અધિકારી અમિતાભ જી એ પણ રાજ્યમાં ક્રિકેટની રમતને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.
#JPSC के पूर्व अध्यक्ष श्री अमिताभ चौधरी जी के आकस्मिक निधन की दुःखद खबर मिली।
पूर्व IPS अधिकारी अमिताभ जी ने राज्य में क्रिकेट के खेल को बढ़ाने में भी महत्वपूर्ण भूमिका निभाई थी।
परमात्मा दिवंगत आत्मा को शांति प्रदान कर शोक संतप्त परिवार को दुःख की घड़ी सहन करने की शक्ति दे।— Hemant Soren (@HemantSorenJMM) August 16, 2022
આ પણ વાંચો:PM મોદીએ અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, CM માટે લખી આ વાતો
