National News/ રાજ્યપાલની સાયકલ યાત્રાથી ઈંધણ બચતનો સંદેશ

સાયકલ યાત્રા (Bicycle Ride)માં તેમની સાથે ઓ.એસ.ડી. ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, ગૌરવ આર્ય સહિત SAI ના ખેલાડીઓ અને  200 જેટલા સાયકલિસ્ટ જોડાયા હતા

NATIONAL Top Stories India
સાયકલ યાત્રા (Bicycle Ride)માં તેમની સાથે ઓ.એસ.ડી. ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, ગૌરવ આર્ય સહિત SAI ના ખેલાડીઓ અને  200 જેટલા સાયકલિસ્ટ જોડાયા હતા.

Governor’s Bicycle Ride : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat)એ જણાવ્યું છે કે, દેશના અર્થતંત્ર અને મુદ્રા સ્થિતિને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ અત્યંત આવશ્યક છે. રાજ્યપાલએ નાગરિકોને પ્રધાનમંત્રીના ઇંધણના વપરાશમાં કાપ મૂકવાના આહવાનને સ્વીકારવા ભાવભરી અપીલ કરી હતી. જેમાં તેઓ કુરુક્ષેત્ર યુનિવર્સિટી માર્ગે સાયકલ ચલાવી (Bicycle Ride)ને ગુરુકુળ પહોંચ્યા હતા.

સાયકલ યાત્રા (Bicycle Ride)માં 200 જેટલા સાયકલિસ્ટ જોડાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઇંધણ બચાવવા (Fuel Savings)નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ગુજરાતથી કુરુક્ષેત્ર સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી અને આજે સવાર 9.30  કલાકે શતાબ્દી એક્સપ્રેસ દ્વારા કુરુક્ષેત્ર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પર નાગરિકો અને ગુરુકુળ પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, રાજ્યપાલ રેલવે સ્ટેશનથી રેલવે રોડ, આર્ય સમાજ માર્કેટ, પૅનોરમા ચોક અને બિરલા મંદિર થઈને કુરુક્ષેત્ર યુનિવર્સિટી માર્ગે સાયકલ ચલાવીને ગુરુકુળ પહોંચ્યા હતા. આ સાયકલ યાત્રા (Bicycle Ride)માં તેમની સાથે ઓ.એસ.ડી. ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, ગૌરવ આર્ય સહિત SAI ના ખેલાડીઓ અને  200 જેટલા સાયકલિસ્ટ જોડાયા હતા.

આ પ્રસંગે રાજ્યપાલે  જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આહવાન પર દેશમાં ઈંધણની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમણે રાજ્યમાં આયોજિત કાર્યક્રમો માટે હવાઈ મુસાફરી અને હેલિકોપ્ટરનો ઉપયોગ સદંતર બંધ કર્યો છે. એટલું જ નહીં, તેમણે પોતાના કાફલાને સીમિત કરી દીધો છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે ઇંધણ બચાવવા (Fuel Savings)નો આ સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડે, જેથી દેશ ફરીથી વિકાસની રાહ પર ઝડપથી આગળ વધી શકે.

રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, ગુજરાતની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓને પત્ર લખીને અઠવાડિયામાં એક દિવસ ‘નો વ્હીકલ ડે’ ઉજવવા અને જાહેર પરિવહન, સાયકલ કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા સૂચના આપી છે. તેમણે નાગરિકોને પણ તેલ સંકટ સામે લડવા અને મહત્તમ બચત કરવા અનુરોધ કર્યો હતો.

ગ્રામ કલ્યાણ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં દર અઠવાડિયે તેઓ એક ગામની મુલાકાત લે છે અને ગામની સરકારી શાળામાં જ રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા, વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અને સંસ્કારયુક્ત શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, કુરુક્ષેત્ર ગુરુકુળમાં છેલ્લા 10 વર્ષથી 200 એકરમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. આ જ મોડેલને ગુજરાતમાં અભિયાન બનાવતા આજે 8.50 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો એક એકર દીઠ વાર્ષિક 5 થી 8 લાખ રૂપિયાની બચત કરી રહ્યા છે. આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા પણ વધી છે.

આ પ્રસંગે લેડી ગવર્નર  દર્શના દેવીજી, ઓ.એસ.ડી. ડૉ. વિદ્યાલંકાર, ગૌરવ આર્ય, કવિતા ચૌધરી, યોગવીર લાંબા, રામનિવાસ, સમાજસેવી ડૉ. સંપૂર્ણ સિંહ, સંજીવ આર્ય અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુળના વિદ્યાર્થીઓએ ‘ભારત માતા કી જય’ ના નાદ સાથે રાજ્યપાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


આ પણ વાંચો : રોગોથી બચવું છે? તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ, વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગંભીર ચેતવણી

આ પણ વાંચો : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું

આ પણ વાંચો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્થિત વાયુસેના સ્ટેશનમાં વાયુસૈનિકો સાથે મુલાકાત કરી