Not Set/ CM મમતા બેનર્જીએ હોસ્પિટલમાંથી શેર કર્યો વીડિયો, કહ્યું – વ્હીલ ચેર પર બેસીને કરી પ્રચાર

મમતા બેનર્જીએ કહ્યું, “કાર્યકર્તાઓએ કંઇપણ કરવું ન જોઈએ જેનાથી માહોલ બગાડે.” કાર્યકર્તાઓ શાંતિ જાળવી રાખો. હું સ્વસ્થ થતાં જ પ્રચાર કરીશ.

Top Stories India

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર બુધવારે નંદિગ્રામમાં કથિત હુમલા બાદ કોલકાતાની  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, તેમણે એક વીડિયો બહાર પાડ્યો છે અને તેમના પક્ષના કાર્યકર્તાઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. વળી, સીએમ મમતાએ કહ્યું કે મારા માથા અને પગમાં ઘણો દુખાવો છે.

મમતા બેનર્જીએ કહ્યું, “કાર્યકર્તાઓએ કંઇપણ કરવું ન જોઈએ જેનાથી માહોલ બગાડે.” કાર્યકર્તાઓ શાંતિ જાળવી રાખો. હું સ્વસ્થ થતાં જ પ્રચાર કરીશ. ”તેમણે કહ્યું કે મને આશા છે કે હું 2 થી 3 દિવસમાં ફરી આવીશ. બેઠકમાં પણ ભાગ લઈશ. પગમાં દુખાવો છે પણ હું તેને મેનેજ કરી લઈશ. પરંતુ કદાચ થોડા દિવસો માટે વ્હીલ ચેર પર રહેવું પડશે.

આ પણ વાંચો : હીરાબા એ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો

મમતાએ કહ્યું કે એ સાચું છે કે ગઈકાલે મને ઘણી ઈજાઓ થઇ હતી. મને મારા હાથ અને પગમાં ઈજા છે. કાલે મને માથા અને છાતીમાં પણ દુખાવો થઇ રહ્યો હતો.

હું કારના બોનેટ પર ઉભી હતી અને નમસ્કાર કરી રહી હતી. ત્યાર કાલે ધક્કો મારવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, મેં મારી પાસેની દવા લીધી અને પછી કોલકાતા તરફ આગળ વધ્યા. ડોકટરો ત્યારથી મારી સારવાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : PM મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સની થઇ ફોન પર વાત

આપને જણાવી દઈએ કે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે નંદિગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન “ચાર-પાંચ લોકો” એ તેમને ધક્કો માર્યો, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા અને તેમના ડાબા પગ, કમર, ખભા અને ગળાને ઈજા થઈ હતી. મુખ્યમંત્રી હાલમાં કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આ કેસમાં ચૂંટણી પંચે સ્થાનિક અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીને આ અભિયાનમાંથી હટાવવાનું આ કાવતરું છે. તે જ સમયે, ભાજપનું કહેવું છે કે, આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ.