લંડન: શારીરિક સંબંધ વગર ગર્ભાવસ્થાના સમાચાર કોઈને પણ આશ્ચર્યમાં મૂકી શકે છે. 22 વર્ષની બ્રિટીશ મહિલા સાથે આવું જ કંઈક થયું જ્યારે તેને જાણ થઈ કે તે શારીરિક સંબંધ વગર જ ગર્ભવતી થઈ ગઈ છે. શરૂઆતમાં ડૉકટરો પણ ચોંકી ગયા હતા, પરંતુ પછી આ મામલે નવી માહિતી બહાર આવી.
આ કેસ યુકેના હેમ્પશાયરમાં રહેતી નિકોલ મૂર સાથે સંબંધિત છે, જે હાલ 28 વર્ષની છે. નિકોલ 8 વર્ષ પહેલાંની તેની કહાની શેર કરે છે જ્યારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. નિકોલના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા વિશે જાણીને, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બધું કેવી રીતે થયું તે વિશે તે કંઇ સમજી શકી નહીં, કારણ કે આજ સુધી તેણે કોઈની સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. તેને એક બોયફ્રેન્ડ હતો, પરંતુ બંને હજી શારીરિક સંબંધ બનાવી શક્યા ન હતા.

નિકોલના જણાવ્યા અનુસાર, તેને શારીરિક સંબંધ દરમિયાન અસહ્ય પીડા થતી હતી, જેના કારણે તેણી તેના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવામાં ક્યારેય સક્ષમ નહોતી. આ અંગે તેને ડૉક્ટરને પણ મળી હતી, પરંતુ તપાસ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે બધુ બરાબર છે. તેથી જ્યારે તેણીને ખબર પડે છે કે તે ગર્ભવતી છે. ‘ડેઇલી મેઇલ’ રિપોર્ટ મુજબ નિકોલને ગર્ભવસ્થાની ખબર ત્યારે પડી જ્યારે તેણી ઓફિસમાં હતી.
જંગલમાં લઇ જઇ સગીરા સાથે કર્યો ગેંગરેપ, એકની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર
જ્યારે નિકોલને અચાનક ઓફિસમાં ચક્કરનો અનુભવ થયો, ત્યારે તેણીએ તેના મિત્ર સાથે આ વિશે વાત કરી. તેનો મિત્ર નિકોલ અને તેના બોયફ્રેન્ડ વિશે જાણતો હોવાથી, તેણે ગર્ભાવસ્થા પરિક્ષણની સલાહ આપી. નિકોલે કહ્યું હતું કે આવું થઈ શકે નહીં, કારણ કે તેના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ આજ સુધી નથી બન્યો. મિત્રના આગ્રહ પર તેણે બપોરના ભોજન બાદ ઓફિસમાં પરીક્ષણ કર્યુ.
તપાસમાં તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ થઈ હતી. આ જાણીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કંઇ સમજી શકી નહીં. પછી બોયફ્રેન્ડએ તેનો સંપૂર્ણ ટેકો આપ્યો. બાદમાં તે ડૉક્ટરને મળી ત્યારે તેને વેજિનીસ્મસ નામની બીમારી હોવાની જાણ થઇ.
આ માણસે એક મિનિટમાં જુની સાડીનું બનાવી દીધું દોરડુ, પછી 50 રુપિયામાં વેચી દીધું, જુઓ ગજબનો Video
આ તબીબી સ્થિતિમાં વજાઇનાના સ્નાયુઓ એટલા સંકુચિત થઈ જાય છે કે શારીરિક સંબંધ બનાવવો મુશ્કેલ થઈ જાય છે. ડૉક્ટરોએ તેને કહ્યું કે જો આવી સ્થિતિમાં પીડિત મહિલાઓમાં સેક્સ ન હોય તો પણ જો વીર્ય અથવા પ્રવાહી યોનિમાર્ગમાં જાય તો સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે. નિકોલની આવી સ્થિતિ હતી.
