કર્ણાટકમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 15 જેટલા સરકારી અધિકારીઓના ઘરે રેડ પાડવામાં આવતી છે. આ 15 આધિકારીઓના કુલ 60 ઠેકાણા પર એક સાથે રેડ પાડવામાં આવતાં મોટી સંખ્યામાં બેનામી રોકડ, સોનું અને સંપત્તિના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. આ સપંત્તિ એટલી હતી કે એસીબીના રેડ મારનાર અધિકારીઓની પણ આંખો પહોળી થઈ ગઈ હતી.
આ પણ વાંચો :કોરોનાની અસર / રાજ્યમાં સ્કૂલ વાન અને રીક્ષાનાં ભાડામાં ઝીંકાયો વધારો
કર્ણાટક સરકારના 15 અધિકારીઓ વિરુદ્ધ પાડવામાં આવેલી રેડમાં 8 એસપી, 100 અધઇકારીઓ અને 300 કર્મચારીઓની ટીમ સામેલ થઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ટીમે આ સરકારી અધિકારીઓના 60 જેટલા સ્થાને રેડ પાડીને તપાસ શરું કરી છે. એસીબીના અધિકારીએ કહ્યું કે તપાસ બાદ અમારા અધિકારીઓ તમામ ડોક્યુમેન્ટની ખરાઈ તપાસી રહ્યા છે અને તેમાંથી કેટલી સંપત્તિ બેનામી છે તેનો કયાસ લગાવી રહ્યા છે. એન્ટિ કરપ્શન બ્યુરોની આ રેડમાં કુલ 8.5 કિલો સોનું અને લાખો રુપિયા કેશમાં મળી આવ્યા હતા.
આ પણ વાંચો ;દિલ્હી / દિલ્હીના તમામ વડીલોને મફત અયોધ્યાની યાત્રા કરાવશે કેજરીવાલની સરકાર
એસીબી અધિકારીએ કહ્યું કે કુલ મળેલા સોના પૈકી લગભગ 7 કિલો સોનું એટલે કે રુ 3.5 કરોડ રુપિયાની કિંમતનું સોનું કૃષિ વિભાગના સંયુક્ત નિર્દેશક ટીએસ રુદ્રેશપ્પાના ઘરેથી મળી આવ્યું હતું. તેમજ તેમના ઘરેથી 15 લાખ રુપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ગોકકકેના સીનિયર મોટર ઇન્સ્પેક્ટર સદાશિવ મારલિંગન્નાવરના ઘરેથી 1.135 કિલોગ્રામ સોનું અને 8,22,172 રુપિયા કેશ મળી આવ્યા હતા.
