India-Russia Friendship: ઉત્તર પ્રદેશમાં આવેલા વિનાશક વાવાઝોડા અને તોફાને ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં જાન-માલના ભારે નુકસાન પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Putin) ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને વિશેષ સંદેશ મોકલીને આ દુઃખદ ઘડીમાં ભારતની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી છે. આ ઘટનાએ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધોને ફરી એકવાર ઉજાગર કર્યા છે.
પુતિને વ્યક્ત કરી સંવેદના (Putin)
રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા સંદેશમાં પુતિને (Putin) જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાને કારણે થયેલી મોટા પાયે તબાહીના સમાચાર સાંભળીને તેઓ અત્યંત દુઃખી છે. તેમણે ખાસ કરીને એવા પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. પુતિને પોતાના સંદેશમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા દ્વારા આપવામાં આવેલો આ પ્રતિસાદ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી દર્શાવે છે.
✉️ President Putin sent a message of condolences to President of India @rashtrapatibhvn & Prime Minister @narendramodi:
✍️ Please accept my deepest condolences over the heavy loss of life & large-scale destruction caused by the cyclone in Uttar Pradesh.https://t.co/ZiSzmRoSj2 pic.twitter.com/BwaM367Gay
— MFA Russia 🇷🇺 (@mfa_russia) May 14, 2026
વાવાઝોડાની તબાહીના આંકડા
રિલીફ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યના અંદાજે 19 જિલ્લાઓમાં આ તોફાને કેર વર્તાવ્યો છે. આ આપત્તિમાં અત્યાર સુધીમાં કુલ 104 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 4 લોકોના મોત વીજળી પડવાને કારણે થયા છે. આ ઉપરાંત 52 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેક પશુઓના પણ મોત નીપજ્યા છે. તોફાન એટલું પ્રચંડ હતું કે 98 થી વધુ કાચા અને પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શન મોડમાં
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Putin)આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો અને અધિકારીઓને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા નિર્દેશ આપ્યા છે. CM એ સ્પષ્ટ કર્યું છે કે નુકસાનનો અંદાજ મેળવીને અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે આર્થિક વળતર પૂરું પાડવામાં આવે. સરકાર દ્વારા રાહત કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને દરેક જિલ્લા પાસેથી દર ત્રણ કલાકે સ્ટેટસ રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યો છે, જેથી કોઈ પણ પીડિતને મદદ મેળવવામાં વિલંબ ન થાય.
આ પણ વાંચો :ઈરાનનો અમેરિકાને પડકાર- ‘અમારા પ્રસ્તાવ સ્વીકારો નહીંતર પરમાણુ હુમલા માટે તૈયાર રહો’
આ પણ વાંચો :અમેરિકા ઈરાનમાંથી 440 કિલો યુરેનિયમ જપ્ત કરશે! જાણો ટ્રમ્પનો સિક્રેટ ગ્રાઉન્ડ ઓપરેશન પ્લાન
આ પણ વાંચો :હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારતીય જહાજ નિશાને, વિદેશ મંત્રાલયે ઓમાનના સત્તાવાળાઓનો માન્યો આભાર
