Ahmedabad News/ લો બોલો! હવે અમદાવાદમાં દૂધ પણ નથી સુરક્ષિત,વસ્ત્રાલમાં દુકાન બહાર રાખવામાં આવેલ દૂધની ચોરી

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં યુનાઇટેડ સ્કૂલ પાસે અમૂલ પાર્લરમાંથી 100 લિટર દૂધની ચોરી (Milk Theft). વેપારીઓમાં રોષ, વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Milk Theft

Ahmedabad News: અમદાવાદના  વસ્ત્રાલમાં વહેલી સવારે દૂધ ચોરોની (Milk Theft) એક ટોળકી સક્રિયથઈ હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાલમાં યુનાઇટેડ સ્કૂલ પાસેના અમૂલ પાર્લરમાંથી એક અજાણ્યો માણસ આશરે 100 લિટર દૂધ ચોરીને ભાગી ગયો હતો, જેનાથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો.

અંદાજીત 100 લિટર દૂધની થેલીઓની કરી ચોરી

વસ્ત્રાલ યુનાઇટેડ સ્કૂલની આસપાસના વિસ્તારમાં ઘણી દૂધની ડેરીઓ અને પાર્લર છે.ત્યારે ગઈકાલે વહેલી સવારના સમયે દૂધની ગાડી વાળા  દૂધની ડિલિવરી કરીને નીકળી ગયા હતા,આ દરમિયાન દુકાનદારો હજુ પહોંચ્યા ન હતા, ત્યારે આ સમયનો લાભ ઉઠાવવીને દૂધની ચોરી (Milk Theft) કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે, યુનાઇટેડ સ્કૂલની સામે અમૂલ પાર્લર પર દૂધના ડબ્બા ઉતારવામાં આવ્યા હતા. વહેલી સવારે, એક અજાણ્યો માણસ ત્યાં આવ્યો અને ડબ્બામાંથી આશરે 100 લિટર દૂધના પાઉચ ચોરીને ભાગી ગયો હતો.

દૂધના કેરેટમાંથી દૂધ ચોરતો (Milk Theft) વ્યક્તિ દેખાયો

આ ચોરીની ઘટના બન્યા બાદ  જ્યારે  તે વિસ્તારના અન્ય ડેરી માલિકો ભેગા થયા ત્યારે ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા હતા. તેમાં રહેલા ઘણા ડેરી માલિકો સ્વીકારે છે કે તેમના વિસ્તારમાંથી પણ દૂધ ચોરી (Milk Theft) થઈ રહ્યું છે. જો કે, મોટાભાગના વેપારીઓ ફરિયાદ નોંધાવવાનું ટાળી રહ્યા છે કારણ કે ચોરી થયેલા દૂધનો જથ્થો ઓછો છે અને તેઓ પોલીસ કાર્યવાહીનો સામનો કરવા માંગતા નથી.

સ્થાનિકોના મતે, વેપારીઓની બેદરકારી અને પોલીસને જાણ કરવામાં અનિચ્છાએ આ ‘દૂધ ચોર’ને (Milk Theft) ચોરીનો લાભ આપ્યો છે. વારંવાર નાની-મોટી ચોરીઓ કર્યા પછી, આ ચોરે હવે મોટા પ્રમાણમાં દૂધ ચોરી કરવાનું શરૂ કર્યું છે.વસ્ત્રાલના વેપારીઓ હવે આ મુદ્દા પર ચર્ચા કરવા લાગ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. અને CCTV ફૂટેજના આધારે આ માણસની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવે.


આ પણ વાંચો:બનાસકાંઠા : દૂધની ચોરીનું રેકેટ ઝડપાયું

આ પણ વાંચો:સાવલી ખાતે દૂધ ચોરીનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ

આ પણ વાંચો:ચાસવાડ દૂધ ઉત્પાદન ડેરીમાં 3 કરોડના ઘેરવહીવટનો ભ્રષ્ટાચાર…