જમ્મુ-કાશ્મીર/ અનંતનાગમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, 2 નાગરિકો ઘાયલ

છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં એક યા બીજી આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યાં એક તરફ આતંકવાદીઓ ઘાટીમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે

Top Stories India

છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં એક યા બીજી આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યાં એક તરફ આતંકવાદીઓ ઘાટીમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. સોમવારે પણ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, અનંતનાગના સંગમ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર ગ્રેનેડ ફેંક્યો હતો. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે.

આ પહેલા રવિવારે જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આશરે 10-12 કિલો વજનનો IED રિકવર કરીને મોટી ઘટનાને ટાળવાનો દાવો કર્યો હતો.ઉલ્લેખનીય છે કે

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન રવિવારે પણ રાજ્યમાં બે ઘટનાઓ બની છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ ત્રાલના બેગુંદ વિસ્તારમાંથી 10 થી 12 કિલો વજનનો IED મળ્યો છે. પોલીસનું કહેવું છે કે તેમને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી શરૂ કરવામાં આવેલા ઓપરેશન હેઠળ IEDને રિકવર કરીને નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય આતંકવાદીઓએ શ્રીનગરમાં પણ લોકો પર ગ્રેનેડથી હુમલો કર્યો છે.

રવિવારે શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં ઘટનાસ્થળે હાજર અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંથી તમામને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. સાથે જ આતંકવાદીઓના સુરાગ શોધવામાં આવી રહ્યા છે.