સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 31 પૈસા ઘટીને રૂ. 80.15ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ ઘટાડો વિદેશમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે થયો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 80.10 પર ખુલ્યો હતો. પાછળથી વધુ ઘટાડો નોંધાતા તે 80.15 પર આવી ગયો, જે અગાઉના બંધ ભાવની સામે 31 પૈસાની નબળાઈ દર્શાવે છે.
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.86 ટકા વધીને $101.86 પ્રતિ બેરલ પર છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 51.12 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં 26 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયો રૂ. 80.10 પર નોંધાયો હતો, પરંતુ પાછળથી તે ઘટીને 31 પૈસા થયો હતો અને ડોલર સામે રૂપિયો રૂ. 80.10 પર પહોંચ્યો હતો. (સમાચાર અપડેટ કરતા)
