ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ મહિના બાકી છે, જે પ્રમાણે રાજ્યમાં આમ આદમી પાર્ટી મંદ ગતિએ પણ મજબૂત રીતે આગળ વધી રહી છે તે જોતા ભાજપ હરકતમાં આવી ગયું છે. અને ચૂંટણી પહેલા પ્રજાલક્ષી કામો પર હાલ ફોકસ કરવામાં આવી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસ પહેલા બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા આ દરમિયાન તેમણે કોર ગ્રુપની બેઠક પણ કરી હતી.હવે ફરી એકવાર નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસે આવવાના છે10મી સમ્પ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવશે. PM મોદી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી શકે છે.આમ રાજ્યમાં એકતરફ ચૂંટણીનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે તે વચ્ચે મોદીની મુલાકાત વધી રહી છે. આગામી 11 સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપનું એક વિશાળ સંમેલન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાય તેવી ધારણા છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે.ચૂંટણીની કમાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં લઇ લીધી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથમાં લઇ લીધી હોય તેમ લાગી રહ્યું છે. હાલ મોદી સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.2017માં જે પ્રમાણે ભાજપની સ્થિતિ હતી તેવી ન થાય, જીત મળી હતી પરતું જે પ્રમાણે પાર્ટીની જીત થવી જોઇએ એ પ્રમાણે ન હતી, આ સમયે કેજરીવાલની રાજ્યમાં એન્ટ્રી થઇ છે, અનેક યોજનાઓ મામલે તે ગેરંટી આપી રહ્યા છે. જેમાં ખાસ 4 મુદ્દાઓ બેરોજગારી,આરોગ્ય, અને વીજળી,શિક્ષણ પર ભાર મુક્યો છે, જેના લીધે ગુજરાતના રાજકારમાં સ્થિતિ પેચીદી બની છે, હવે કોગ્રેસ સાથે સીધો મુકાબલો નથી પરતું આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવતા રાજકીય સમીકરણ બદલાઇ શકે છે. જેના લીધે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં સક્રીય થયા છે. અને હાલ જે પ્રમાણે વડાપ્રધાન ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે એના પરથી વાગી રહ્યું છે, વડાપ્રધાને ચૂંટણી પહેલા કેજરીવાલને માત આપવાનો પ્લાન હોય તેવું લાગી રહ્યું છે.
