Accident/ દક્ષિણ આફ્રિકામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 19 વિદ્યાર્થીઓ સહિત 21ના મોત

ક્વાઝુલુ-નેટલ ટ્રાન્સપોર્ટ MEC સિફો હ્લોમુકાએ જણાવ્યું હતું કે, “વિભાગ અકસ્માતથી દુઃખી છે, તેમણે ઉમેર્યું હતું કે તેમને પોલીસ તરફથી અપડેટ પ્રાપ્ત થયું છે.

Top Stories World

દક્ષિણ આફ્રિકાના ઉત્તર ક્વાઝુલુ-નાતાલમાં એક માર્ગ અકસ્માતમાં 19 શાળાના વિદ્યાર્થીઓ સહિત 21 લોકોના મોત થયા છે. દેશની ઇમરજન્સી મેડિકલ સર્વિસિસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શનિવારે (17 સપ્ટેમ્બર) બપોરે થયો જ્યારે એક ટ્રકે અન્ય ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 12 વર્ષથી ઓછી ઉમરના વિધાર્થીઓને તેમના ઘરેથી સ્કૂલે લઇ જતી વાન સાથે અકસ્માત થયો છે જેમાં 19 વિધાર્થીઓ સહિત 21 લોકોના મોત નિપજ્યા છે.

ક્વાઝુલુ-નેટલ ટ્રાન્સપોર્ટ MEC સિફો હ્લોમુકાએ જણાવ્યું હતું કે, “વિભાગ અકસ્માતથી દુઃખી છે, તેમણે ઉમેર્યું હતું કે તેમને પોલીસ તરફથી અપડેટ પ્રાપ્ત થયું છે. આમને સામને ટક્કર થતા અકસમાત સર્જાયો હતો  અને કેટલાક બાળકો બક્કીમાં ફસાયા હતા. અકસ્માતોનું કારણ ડ્રાઇવરની બેદરકારી સામે આવી છે, આ અકસ્માતમાં 19 બાળકો સહિત 21 લોકોના મોત નિપજ્યા છે.

પ્રવક્તા રોબર્ટ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોમાં બે વયસ્કો અને પાંચથી 12 વર્ષની વયના 19 બાળકોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના બાળકો હતા જેમને શાળામાંથી ઘરે લઈ જવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું, “અમે નાગરિકો અને તમામ અસરગ્રસ્ત પરિવારોને આશ્વાસન આપવા માંગીએ છીએ કે સરકાર તમામ હિસ્સેદારો સાથે કામ કરી રહી છે. સિમલેને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી