- અમદાવાદમાં શ્યામલ ચાર વિસ્તારમાં આગનો બનાવ
- શ્યામલ ખાતે કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ
- શ્યામલ આઇકૉનિકના 12માં માળે લાગી આગ
- ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે
- તમામ સ્થાનિકોને ઘટના સ્થળેથી ખસેડાયા
- આગની ઘટનામાં હાલ કોઈ જાનહાની નહિ
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તામાં વિસ્તારમાંથી આગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્યામલ ચાર રસ્તાના કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે.આઇકોનિકના 12મા માળે ભીષણ આગ લાગવાથી એરેરાટી ફેલાઇ ગઇ છે.આગની જાણ થતા ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે, આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડ હાલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે .આગમાં કોઇની જાનહાનિ ના સમાચાર નથી તે સારી વાત છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ આગ ક્યાં કારણસર લાગી છે તે જાણવા મળ્િયું નથી.આગના લીધે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગઇ છે. શ્યામલ ચાર રસ્તા પર લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી છે.
