Viral Video/ ઢોર પકડવાની ટીમને જોતા જ ઘરમાં ઘૂસેલી ગાયે પ્રથમ માળેથી કૂદકો માર્યો,જુઓ વીડિયો

અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનની સામે મ્યુનિ.ની ઢોર પાર્ટીની 7 જેટલી ટીમો પહોંચી હતી. જોકે ઢોર પકડતી ટીમો જોઈને એક ગાય બે માળના મકાનમાં પહેલા માળે ચઢી ગઈ હતી.

Top Stories Gujarat

  • ગોમતીપુરમા ગાયો પકડવા જતા ગાય પહેલા માળે ચઢી…
  • ઢોર ડબ્બો કર્મચારીઓ એ ગાય ને પકડવા કર્યો પ્રયાસ…
  • ડરી ગયેલી ગાય પહેલા માળે થી કુદતા વિડીયો વાયરલ…
  • ગાય કુદી નીચે પડતા મોત થયા હોવાનો આક્ષેપ

ગુજરાતમાં  રખડતા ઢોરની સમસ્યા વધુ વકરી છે,જેના લીધે હાઇકોર્ટે આદેશ આપતા તંત્ર એલર્ટ થયું હતું અને રખડતી ગાયો માટે એકશન પ્લાન તૈયાર કર્યો હતો. જેના અંતર્ગત એએમસી કાર્યવાહી કરી રહી છે.  આ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદના ગોમતીપુરમાં ગુરુવારે ગાય પકડવા આવેલી ઢોર પાર્ટીની ટીમને જોઈને એક ગાય એક મકાનના પહેલા માળે ચઢી ગઈ હતી. જોકે ટીમનો એક સભ્ય લાકડી લઈને પાછળ જતા ગાયને પાછા ફરવાની જગ્યા મળી નહોતી. એવામાં તેણે મકાનના પહેલા માળેથી જ કૂદકો મારી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનની સામે મ્યુનિ.ની ઢોર પાર્ટીની 7 જેટલી ટીમો પહોંચી હતી. જોકે ઢોર પકડતી ટીમો જોઈને એક ગાય બે માળના મકાનમાં પહેલા માળે ચઢી ગઈ હતી. તેને પાછા ફરવાની જગ્યા ન દેખાતા તે પહેલા માળેથી જ કૂદી ગઈ હતી. જેમાં ગાયને માથા તથા પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલમાં આ ગાયને બહેરામપુરાના ઢોરવાડામાં સારવાર માટે લઈ જવામાં આવી છે.ગાયના મોત થવાના આક્ષેપ લાગી રહ્યા  છે.