રઘવાટમાં નેતાઓ/ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસની બી ટીમ છે : કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા

વડોદરા ખાતે બાબા સાહેબ સ્મૃતિ દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં રઘવાયા બનેલા અમિત ચાવડાની જીભ લપસી હતી. 

Top Stories Gujarat Vadodara

ગુજરાત રાજ્યમાં ચૂંટણીનીતીયારીઓ પુરજોશમાં ચાલી રીહી છે.  ત્યારે ચૂંટણીના ઉત્સાહમાં નેતાઓની જીભ પણ લપસી રહી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અને અંક્લાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ઉત્સાહમાં આવી ને ભાંગરો વાટ્યો છે. તેમણે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી ટીમ ગણાવી છે.

વડોદરા ખાતે બાબા સાહેબ સ્મૃતિ દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં રઘવાયા બનેલા અમિત ચાવડાની જીભ લપસી હતી.  અને આમ આદમી પાર્ટીને કોંગ્રેસની જ બી ટીમ તરીકે ઓળખાવી હતી. તેમને પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે એ દેશ અને દુનિયા જાણે છે.

અત્રે નોધનીય છે કે, ગતરોજ ગુરુવારે અંબાજીથી શરૂ થયેલી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન જગદીશ ઠાકોરે ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કરતા કહ્યું હતું કે, 27 વર્ષથી ઘેટા વધારે ઉન વાળા થયા છે એટલે કાતર રાખી કાંતવાનું શરૂ કરજો. કાતરડીથી કાત્યા પછી ઘેટાનો માલિક ધાકધમકી આપવા આવે તો લીમડે બાંધીને જગદીશ ઠાકોરને ફોન કરજો. આ ઉપરાંત પોતાના સંબોધન દરમિયાન જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, દિવાળી પછી ભાજપની ગુંડાગીરીનો આતંક ચાલુ થશે.