ગુજરાતમાં દિવાળી વેકેશન માટે સરકારે એક પરિપત્ર બહાર પાડ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શાળાઓમાં દિવાળી વેકેશન નિયત કરવા પરિપત્ર જાહેર કરાયો છે. તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશન તારીખ 20-10-2022થી 9-11-2022 સુધી એટલે કે કુલ 21 દિવસનું નિયત કર્યું છે.

વેકેશનમાં દિવાળીના તહેવારોમાં વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.10મી નવેમ્બરથી શાળાઓ ફરી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે.
