Online Fraud/ અભિનેતા અનુ કપૂર સાથે થઇ 4 લાખની ઓનલાઈન છેતરપિંડી

ઈન્ડિયન પીનલ કોડ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડી અંગે પોલીસ પોતાનું કામ કરી રહી છે.

Entertainment

બોલિવૂડ ફિલ્મ એક્ટર અનુ કપૂર સાથે છેતરપિંડી થઈ છે. તેના બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉડી ગયા છે. અનુ કપૂરે પોલીસને આ જાણકારી આપી છે. અનુ કપૂર સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. અનુ કપૂરને એક પ્રાઈવેટ બેંકમાંથી કોલ આવ્યો, જ્યાં તેને એકાઉન્ટ સાથે જોડાયેલ KYC અપડેટ કરવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન તેના ખાતામાંથી 4.36 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

શનિવારે અધિકારીઓએ માહિતી આપી કે પોલીસે અનુ કપૂર સાથે સંકલન કર્યું અને તે ખાતરી કરી રહી છે કે અભિનેતાને તેના પૈસા પાછા મળે. અનુ કપૂરને બેંકના એક કર્મચારીનો ફોન આવ્યો. બેંક કર્મચારીએ અનુ કપૂરને કહ્યું કે તેણે તે KYC ફોર્મ અપડેટ કરવું પડશે. આ પછી અનુ કપૂરે તેની સાથે બેંકની વિગતો શેર કરી. આ સાથે અનુ કપૂરે તેમની સાથે OTP (વન ટાઈમ પાસવર્ડ) પણ શેર કર્યો હતો. અનુ કપૂરે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેના પર અધિકારીઓ કામ કરી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “વાતચીત બાદ ફોન કરનારે તેનો કોલ અન્યત્ર ટ્રાન્સફર કર્યો. કપૂરના બેંક ખાતામાંથી 4.36 લાખ રૂપિયા કપાઈ ગયા હતા. અનુ કપૂરે જરા પણ સમય કાઢ્યા વગર પોલીસને જાણ કરી. તેમનું ખાતું ફ્રીઝ કરવા માટે બેંક સાથે વાત કરી. બેંકે અનુ કપૂરના બંને ખાતા ફ્રીઝ કરી દીધા છે. પોલીસ એ સુનિશ્ચિત કરી રહી છે કે અનુ કપૂરને તેના પૈસા પાછા મળે.

ઈન્ડિયન પીનલ કોડ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડી અંગે પોલીસ પોતાનું કામ કરી રહી છે. અનુ કપૂરને તેના પૈસા પાછા મળે તે માટે તે તમામ પ્રયાસ કરી રહી છે. અનુ કપૂર પહેલા ‘ભાબીજી ઘર પર હૈ’ની અંગૂરી ભાભી સાથે પણ આવું જ કંઈક થયું હતું. ખરેખર, તેને એક ફેશન બ્રાન્ડનો ફોન આવ્યો. તેણે શોપિંગ કર્યું હતું, ત્યારબાદ ફોન કરનારનો ફોન આવ્યો અને તેણે શુભાંગી અત્રેને ફ્રી ડીલ ઓફર કરી. ટૂંક સમયમાં જ શુભાંગીના ખાતામાંથી હજારો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. બાદમાં જ્યારે શુભાંગીને આ વાતની જાણ થઈ તો તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી.