new Chancellor/ ગુજરાત વિધાપીઠના નવા કુલપતિ આચાર્ય દેવવ્રત બનશે!,ઇલાબેન ભટ્ટનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું

ગાંધીજી સ્થાપિત અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના 100 વર્ષનો ઈતિહાસ બદલાવા જઈ રહ્યો છે અને પ્રથમવાર એક મોટા પરિવર્તન રૃપે હવે વિદ્યાપીઠ સીધી સરકારના નિયંત્રણ હેઠળ આવવા જઈ રહી છે

Top Stories Gujarat

ગાંધીજી સ્થાપિત અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના 100 વર્ષનો ઈતિહાસ બદલાવા જઈ રહ્યો છે અને પ્રથમવાર એક મોટા પરિવર્તન રૃપે હવે વિદ્યાપીઠ સીધી સરકારના નિયંત્રણ હેઠળ આવવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ  વિદ્યાપીઠની ટ્રસ્ટી મંડળની બેઠક માં હાલના કુલપતિ એવા ઈલાબહેન ભટ્ટનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું  છે , નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતનું નામ નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.તમામ ટ્ર્સ્ટીઓએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેઓ હાલ ગુજરાતના રાજ્યપાલ છે .જો કે રાજ્યપાલ તરીકે નહીં પરંતુ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર  વ્યક્તિ તરીકે  તેઓ વિદ્યાપીઠના કુલપતિ બનશે.

વિદ્યાપીઠના 100 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કુલપતિ તરીકે ગાંધીવાદી જ આવ્યા છે અને હાલના કુલપતિ એવા ડૉ.ઈલાબહેન ભટ્ટ હતા.જેઓએ થોડા સમય પહેલા રાજીનામુ આપી દીધુ હતુ પરંતુ સ્વીકારવામા આવ્યુ ન હતુ. હાલ મળેલી ટ્ર્સ્ટ મંડળની બેઠકમાં  રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું છે. નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતનું નામ મુકવામાં આવ્યું હતું જેને તમામ ટ્રસ્ટીઓએ કોઇપણ વાંધા વગર ટેકો આપીને નવા કુલપતિ તરીકે સ્વીકાર્યા છે.