- 350 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઇ પાક.બોટ
- ગુજરાત ATS-કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન
- આશિષ ભાટીયા,ડીજીપીની પ્રેસ કોન્ફરન્સ
- પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
- વધુ તપાસ માટે બોટને જખૌ બંદરે લાવવામાં આવશે
- 4-6 દિવસથી ઓપરેશનની શરૂઆત કરાઇ હતી
- આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી ઝડપાયું ડ્રગ્સ
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. શનિવારે વહેલી સવારે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) પાસે અલ સાકર નામની પાકિસ્તાની બોટને જપ્ત કરીને છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની બોટમાંથી 50 કિલો હેરોઈન મળી આવ્યું હતું, જેની કુલ કિંમત બજારમાં 350 કરોડની આસપાસ જણાવવામાં આવી રહી છે. તેને વધુ તપાસ માટે રાજ્યના જખૌ બંદરે લાવવામાં આવી રહ્યો છે.
ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને સુત્રો પાસેથી માહિતી મળી હતી કે, પાકિસ્તાન તરફથી એક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો છે. આ અંગે સંયુક્ત ઓપરેશનનું આયોજન કરીને બંને સંસ્થાઓના કર્મચારીઓએ કાર્યવાહી કરી તેમને પકડી પાડ્યા હતા. બોટને વધુ તપાસ માટે જખૌ ખાતે લઈ જવામાં આવી છે. આ બોટને અરબી સમુદ્ર થઈને ભારત લાવવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, ATS અને આઈસીજીએ છેલ્લા એક વર્ષમાં 6 વખત આવી કાર્યવાહીને અંજામ આપ્યો છે.
આપને જણાવી દઈએ કે અગાઉ સપ્ટેમ્બરમાં ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજ્યના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં પાકિસ્તાની માછીમારીની બોટમાંથી 200 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે છ પાકિસ્તાની નાગરિકો, બોટના ક્રૂના સભ્યોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શુક્રવારે NCBએ મુંબઈના એક ગોડાઉનમાંથી 50 કિલો ‘મેફેડ્રોન’ (માદક પદાર્થ) જપ્ત કર્યો હતો, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 120 કરોડ રૂપિયા છે. એનસીબીએ આ સંબંધમાં એર ઈન્ડિયાના પૂર્વ પાયલોટ સહિત બે લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં ભાજપ ડરી ગઈ છે એટલે જ કેજરીવાલજી પર રોજ નવા-નવા આરોપો લગાવે છે : ગુલાબસિંહ યાદવ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો તથા શ્રમ ‘સન્માન’ પોર્ટલનું લોકાર્પણ
આ પણ વાંચો:સાયલાના ડોળીયા પાસે ધાંધલપુર ગામનાં પૂર્વ સરપંચ પર ફાયરિંગ
