લખતર/ કોંગ્રેસના માલધારી MLAનું સન્માન, ઢોર નિયંત્રણ કાયદો સામે લડત માટે સન્માન

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય નૌશાદભાઇ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

Gujarat Others
માલધારી

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમાલધારી સમિતિ દ્વારા માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઢોર નિયંત્રણનો કાળો કાયદો પરત ખેંચવામાં લડત આપનાર માલધારી સમાજના કોંગ્રેસના ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું.આ  સંમેલનમમાં  કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય નૌશાદભાઇ, વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ તેમજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇ સહીતના કોંગ્રેસના આગેવાનો અને માલધારીઆ સમાજના લોકો  મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય નૌશાદભાઇ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને ઢોર નિયંત્રણનો કાળો કાયદો પરત ખેંચવામાં લડત આપનાર માલધારી સમાજના કોંગ્રેસના ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણનો કાયદો લાગુ કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા તેનપ વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઇને સરકાર દ્વારા આ કાયદો પરત ખેંચવામાં આવ્યો હતો. ત્યારે આ કાળા કાયદા સામે આંદોલન કરવામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જે લડત આપવામાં આવી હતી તેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વિઠ્ઠલગઢ ગામ ખાતે માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ તેમજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇ સહીતના કોંગ્રેસના આગેવાનો અને માલધારીઆે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

કાળો કાયદા સામે લડત આપનાર કોંગ્રેસના ધારાસભ્યોનું માલધારી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ માલધારીઆેના બીજા જે પડતર પ્રશ્નો છે જેવા કે ગૌચરની જમીન ફાળવવી, ગૌચરના દબાણો દુર કરવા, માલધારીઆેને પ્લોટ ફાળવવા, લમ્પી વાઇરસથી મોત પામેલા પશુઓના માલિકોને વળતર ચૂકવવામાં આવે તે સહીતના પ્રશ્નો અંગે આગામી સમયમાં સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા માલધારી સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવતા જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ સંમેલનની અસર આગામી ચૂંટણીમાં ચોક્કસ જોવા મળશે તેવા પણ એંધાણ વર્તાઇ રહ્યાં છે. ભાજપની સરકાર દ્વારા માત્ર ગાયોના નામે મત લઇ ગાયને રખડતુ ઢોર જાહેર કરી દીધું હોવાનો પણ કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો તેમજ આગામી સમયમાં માલધારીઆેના પ્રશ્નોને લઇને કોંગ્રેસ દ્વારા છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનો હુંકાર પણ કર્યો હતો.

આ પણ વાંચો:રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ લીલીઝંડી બતાવી ભાજપની ગૌરવ યાત્રાનો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો:ઈરાનની મોરેલિટી પોલીસ સામેના વિરોધમાં ‘સેક્રેડ ગેમ્સ’ની અભિનેત્રી નોરોઝીનો “સ્ટ્રિપ શો”

આ પણ વાંચો:અનુસુચિત જાતિના વિદ્યાર્થી સાથે રેગીંગ, મૂઢમાર મારી હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ