મંતવ્ય ઇમ્પેક્ટ/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, ગોમતી તળાવમાં બોટિંગ બંધ

યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવમાં અન અધિકૃત ચાલતો જય માતાજી નવકા વિહારની સદંતર પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની અસર જોવા મળી છે.

Mantavya Exclusive

યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવમાં અન અધિકૃત ચાલતો જય માતાજી નવકા વિહારની સદંતર પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની અસર જોવા મળી છે.ઉલ્લેખનિય છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવ ખાતે આવેલ ગોમતી સરોવરને દબાણ કરી જય માતાજી બોટીંગ વાળાએ ઘણા સમયથી સરકારી જગ્યા પર અડ્ડો જમાવ્યો હતો.પરેશ ભાઈ અનિલ ભાઈ ખભોળજના નામે લાયસન્સ વગર તેમજ વીમા વગર આ બોટિંગ ધમધમતું હતું.જેને પગલે લોકોના જીવ જોખમમાં મુકાતા હતા.

જાણો શું હતો મામલો 

ખેડા જીલ્લાના ડાકોર જેવા યાત્રાધામમાં આવેલા પવિત્ર ગોમતી તળાવમાં પરેશભાઈ અનિલભાઈ ખંભોળજા નામના કોઈ વ્યક્તિ કોઈ પણ જાતના લાયસન્સ કે વીમાના કવચ વગર જ ગેરકાયદે બોટિંગ ચલાવતા હોવાની ગંભીર બાબતના પ્રત્યાઘાતો પડ્યા છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે ડાકોર નગરપાલિકાએ આવો કોઈ જ ઓર્ડર આપેલ ન હોવા છતાં સરકારની માલિકીના તળાવમાં અત્યાર સુધી વિના રોકટોક આ ગેરકાયદે કુપ્રવૃત્તી ચાલુ રહેવા પામી છે. ખાનગી વ્યક્તિ ગેરકાયદે ધંધો કરતી રહી છે.

આ અંગે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે અગાઉ નોટિસો ફટકારી હોવા છતાં આ પ્રવૃતી બંધ નહીં થતાં તા. 12/10/2000ના રોજ અંતિમ નોટિસ પાઠવી છે. નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ‘નગરપાલિકા દ્ધારા તેમને કોઈ વર્કઓર્ડર આપવામાં આવ્યો નથી. તમારી સાથે કોઈ પણ પ્રકારનું એગ્રીમેન્ટ કરવામાં આવેલ નથી, તેમજ તમારા દ્ધારા ચલાવવામાં આવતા બોટિંગ બાબતે કોઈપણ જાતનું લાયસન્સ કે વીમો તમારા દ્ધારા ઉતરાવવામાં આવેલ હોય તેમ જણાતું નથી.’

આ અંગે અગાઉ કરેલ હુકમની વિરુદ્ધ બોટિંગ ચાલું રાખેલ છે, જેથી સદર ગેરકાયદે બોટિંગ દિન-1માં તાત્કાલિક બંધ કરી અત્રે જાણ કરશો અન્યથા તમારા ખર્ચે અને જોખમે માલસામાન જપ્ત કરાશે. આજે 19 તારીખે પણ નોટિસ બાદ બોટિંગ ચાલું હોવાનું જાણવા મળે છે.

આ નોટિસની નકલ: (1) પ્રાદેશીક કમિશનર, નગરપાલિકા (2) પ્રાંત અધિકારી પ્રાંત કચેરી (3) પોલીસ ઈન્સપેક્ટર, ડાકોર પોલીસ સ્ટેશને પણ રવાના કરી છે.

આ પણ વાંચો:રેડ બુલના માલિકનું 78 વર્ષની વયે નિધન, તેમણે પોતાના દમ પર બનાવ્યું સ્પોર્ટ્સ સામ્રાજ્ય

આ પણ વાંચો:રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ રદ્દ, ગૃહ મંત્રાલયે વિદેશી ફંડિંગ મામલે કરી કાર્યવાહી

આ પણ વાંચો:આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને ડમ્પરની ટક્કરમાં 4 લોકોના મોત