ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે સત્તાપક્ષ ભાજપે વિકાસલક્ષી અને રોજગારીલક્ષી કામો કરવા માંડ્યા છે, ચૂંટણીની તૈયારી વચ્ચે આજે LRD ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે PSI પરીક્ષાનું પણ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1382 પીએસઆઇની પોસ્ટનું ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
The final merit list of the PSI Examination has been put up on the website.
— Vikas Sahay, IPS (@VikasSahayIPS) October 25, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલા 1382 પીએસઆઇની પોસ્ટનું ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પીએસઆઇ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે PSI ભરતી બોર્ડના અધ્યક્ષ IPS વિકાસ સહાયે માહિતી આપી છે. જેને લઇને ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગુજરાત સરકાર દ્વારા 1382 પીએસઆઇની પોસ્ટનું ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જે ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી થઈ ન હતી તેવા 180 ઉમેદવારોનું પણ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1200 થી વધુ ઉમેદવારોને તારીખ 29 ઓક્ટોબરે પસંદગી પત્ર આપવામાં આવશે. ત્યારે બાકી રહેતા 180 ઉમેદવારોને થોડા સમય પછી પસંદગી પત્રો ફાળવવામાં આવશે.
