ગુજરાત/ ઈશુદાન ગઢવી હશે AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદ માટે પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયા, કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથરિયા, ઈન્દ્રનીલ રાજ્ય ગુરુ, મનોજ સુરતિયાના નામની ચર્ચા ચાલી રહી હતી,

Top Stories Gujarat Others
ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી છે. કેજરીવાલે ઈશુદાન ગઢવી ને પોતાનો સીએમ ચહેરો જાહેર કર્યો છે. કેજરીવાલે 29 ઓક્ટોબરે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું હતું કે તેઓ કોને સીએમ તરીકે જોવા માગે છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદ માટે પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયા, કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથરિયા, ઈન્દ્રનીલ રાજ્ય ગુરુ, મનોજ સુરતિયાના નામની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલે જનતા દ્વારા માગવામાં આવેલા અભિપ્રાયને સ્વીકારી લીધો હતો. તેના આધારે પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી છે.

ઈશુદાન ગઢવી હાલમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ છે. રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના 16 લાખ 48 હજાર 500 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે ગુજરાતના 16 લાખથી વધુ લોકોના અભિપ્રાયના આધારે નિર્ણય લીધો છે. અહીંના લોકોએ ઇસુદાન ગઢવીને પસંદ કર્યા છે. એટલા માટે અમારી પાર્ટીનો સીએમ ચહેરો એક જ રહેશે. તેમણે કહ્યું કે ગુજરાત પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. AAP નવું એન્જિન છે, નવી આશા છે.

અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું હતું કે તેઓ કોને સીએમ તરીકે જોવા માગે છે. તેમણે જનતાનો અભિપ્રાય જાણવા માટે એક નંબર પણ જારી કર્યો હતો, જેના પર લોકો 3 નવેમ્બરની સાંજ એટલે કે ગુરુવાર સુધી કોલ અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય આપી શકે છે.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે, જ્યારે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું કે આ વખતે 51782 મતદાન મથકો પર 4.9 કરોડ મતદાતાઓ પોતાનો મત આપશે. આ વખતે ગુજરાતમાં 3,24,422 નવા મતદારો ઉમેરાયા છે.

આ પણ વાંચો:ભાજપ સાંસદો અને વિધાનસભ્યોના કુટુંબને ટિકિટ નહીં આપે

આ પણ વાંચો: દિલ્હીના પ્રદૂષણ પર મોટી કાર્યવાહીઃ અડધા સરકારી કર્મચારીઓ WFH પર, ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: મસ્ક માટે મોટો પડકાર ખોટ કરતી ટ્વિટરને નફો કરતી કરવાનો