ઉત્તરા ખંડનાં દેહરાદુનમાં આવેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં પરેડ યોજાઈ હતી. આ એકેડમી IMA તરીકે પણ ઓળખાય છે. આ એકેડમી ભારતીય આર્મીનાં ઓફિસરની ટ્રેનિંગ એકેડમી છે.
આ એકેડમી ભારતીય સેના માટે વીર સૈનિકોને તૈયારકરે છે. 347 ટ્રેની ભારતીય આર્મીમાં ઓફિસર તરીકે જોડાશે.
IMA ની સ્થાપના 1 ઓક્ટોબર , 1932 માં થઇ હતી. આ એકેડમી હિમાલયનાં પહાડી વિસ્તારમાં આવેલી છે. આ મિલિટરી એકેડમી વીરતા અને વિવેકમાં માને છે. આ એકેડમી 1400 એકર વિસ્તારમાં ફેલાયેલી છે.
આ એકેડમીમાં લેફ્ટનન્ટ જનરલ સંજય કુમાર ઝા 48માં ઇન્ડિયન મિલિટરી એકેડમીનાં કમાન્ડમેન્ટ છે.
ટ્રેનીગ પૂર્ણ થયાં બાદ તેઓને મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવે છે. આ સેરેમની બુધવારે યોજાઈ હતી. આ સેરેમનીમાં ભાસ્કર નારાયણ ગોગોઈ ‘મોસ્ટ મોટીવેટેડ કેડેટ ઓફ ઇન્ડિયન મિલિટરી એકેડમી’ તરીકેસન્માનિત થયાં હતા.
