મોટી કાર્યવાહી/ સુરતમાં 200 કરોડ GST ટ્રાન્જેકસન કૌભાંડ,12 આરોપીઓની કરવામાં આવી ધરપકડ

સુરત ઇકો સેલે મોટું કૌભાંડ ઝડપ્યું છે. પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના છ શહેરોમાં વિવિધ સ્થાનો પર રેડ કરવામાં આવી છે

Top Stories Gujarat
  • સુરત ઇકો સેલે મોટું કૌભાંડ ઝડપ્યું
  • રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા
  • અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં દરોડા
  • 200 કરોડ GST ટ્રાન્જેકસન કૌભાંડ બહાર આવ્યું
  • મોરબી, જુનાગડ, ભાવનગર પોલીસ લેવાઇ મદદ
  • 21 કંપનીઓ ઉભી કરીને બનાવ્યા ખોટા બિલો
  • બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા હતા
  • 12 જેટલી ટિમોએ આરોપીને ઝડપી પાડ્યા
  • 12 આરોપી કરવામાં આવી ધરપકડ

સુરત ઇકો સેલે મોટું કૌભાંડ ઝડપ્યું છે. પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના છ શહેરોમાં વિવિધ સ્થાનો પર રેડ કરવામાં આવી છે. આ રેડની કાર્યવાહીમાં 200 કરોડ રૂપિયાના જીએસટી ટ્રાન્ઝેક્શન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ, ઈકો સેલ, સાયબર સેલ અને એસઓજીની વિવિધ ટીમ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે.

નોંધનીય છે કે ગુજરાત રાજ્યના છ શહેરોમાં મોરબી, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, સુરત, રાજકોટમાં સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ, ઈકો સેલ, સાયબર સેલ અને એસઓજીની વિવિધ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ શહેરોમાં રેડની કાર્યવાહી દરમિયાન પોલીસના હાથમાં કેટલીક ચોંકાવનારી વિગતો આવી છે. પોલીસ તપાસમાં આ ઘટનામાં 21 નકલી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી, ખોટા બીલ બનાવવામાં આવ્યા હતા. આમ સમગ્ર કૌભાંડ રૂપિયા 200 કરોડને પાર થવા જઈ રહ્યું હોવાનું પોલીસની સામે આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે બાતમીને આધારે તપાસ કરતાં  તમામ કંપનીઓનું જીએસટી લાયસન્સ મેળવવા રજુ કરેલા પુરાવામાં ટોરેન્ટ પાવર લી. કંપની તથા ડીજીવીસીએલના લાઈટ બીલ હોવાને કારણે ત્યાં તપાસ કરતાં આ પ્રકારના કસ્ટમર આઈડી કંપની દ્વારા ઈશ્યૂ કરાયા જ નથી તેવું માલુમ પડ્યું હતું. પોલીસે આ મામલામાં રજીસ્ટર્ડ આઈડી આધાર કાર્ડ વગેરે વ્યક્તિઓને શોધીને મળતા ખબર પડી કે તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરાયો છે. આમ સમગ્ર કૌભાંડ પોલીસ સામે છત્તું થઈ ગયું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તમામ શખ્સો દ્વારા આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. પોલીસે આર્થિક ઉચાપત ઉપરાંત વિશ્વાસ ઘાતની કલમો અંતર્ગત કાર્યવાહી હાથ ધરીને 12 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.