Railway/ રેલ્વે પ્રવાસીઓ આનંદોઃ હવે ખમણ-ઢોકળા, ફાફડા અને વડાપાંવ પણ મળશે

Railwayના ખાનગીકરણની (Privatisation )પડાતી બૂમો વચ્ચે રેલવેનું ખાનગીકરણ નહી પણ રેલવેનું સ્થાનિકીકરણ (Localisation)જોવા મળ્યું છે. તેના પગલે રેલ્વેમાં જે તે રાજ્યની પ્રાદેશિક વાનગીઓનો (Regional Menu) સ્વાદ પણ ચાખવા મળશે. રેલવેમાં જતા નાગરિકોને પ્રાદેશિક ભોજનનું મેનું કાર્ડ પણ આપવામાં આવશે.

Top Stories India
  • રેલવેનું ખાનગીકરણ કરવાનું નહી પણ વધુને વધુ સ્થાનિકીકરણ કરવાની દિશામાં પગલા
  • રેલવેમાં જતાં નાગરિકોને પ્રાદેશિક ભોજનનું મેનુ કાર્ડ પણ આપવામાં આવશે
  • રેલવે બોર્ડે IRCTC ને સ્‍થાનિક અને પ્રાદેશિક ભોજનનો સમાવેશ કરવાની છૂટછાટ આપી છે
  • ભવિષ્યમાં પ્રવાસીઓને ડાયાબિટીસ ફૂડ, બેબી ફૂડ અને હેલ્થ ફૂડના વિકલ્પો પણ મળશે

Railwayના ખાનગીકરણની (Privatisation )પડાતી બૂમો વચ્ચે રેલવેનું ખાનગીકરણ નહી પણ રેલવેનું સ્થાનિકીકરણ (Localisation)જોવા મળ્યું છે. તેના પગલે રેલ્વેમાં જે તે રાજ્યની પ્રાદેશિક વાનગીઓનો (Regional Menu) સ્વાદ પણ ચાખવા મળશે. રેલવેમાં જતા નાગરિકોને પ્રાદેશિક ભોજનનું મેનું કાર્ડ પણ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો પંજાબી પેસેન્જરોને પંજાબી ખાણી, રાજસ્થાનીઓને દાલબાટી જેવું સ્થાનિક મેનુ તો ગુજરાત જતી ટ્રેનો માટે ફાફડા-ખમણ-ઢોકળાનું મેનું તો મહારાષ્ટ્ર જતી ટ્રેનો માટે વડાપાંવ તો દક્ષિણ ભારતની ટ્રેનો માટે ઇડલી-સંભાર, ઢોંસા, જ્યારે બંગાળ જતી ટ્રેનોમાં રસગુલ્લા સહિતના સ્થાનિક મેનું ઓફર કરવામાં આવશે.

આમ રેલ્‍વેના ઇતિહાસમાં પહેલીવાર મુસાફરોને સ્‍થાનિક વાનગી (પ્રાદેશિક ભોજન)નું મેનું કાર્ડ આપવામાં આવશે. ગઇ કાલે રેલ્‍વે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે, IRCTC ને સ્‍થાનિક અને પ્રાદેશિક ભોજનનો સમાવેશ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. બોર્ડ ભારતીય રેલ્‍વે કેટરિંગ એન્‍ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને પોતાની ફૂડ કેટરિંગ સેવાઓ સુધારવા અને મુસાફરો વધુ વિકલ્‍પો ઉપલબ્‍ધ કરાવવાના હેતુથી તેનું મેનુ બદલવાની મંજૂરી આપી હતી.

આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે, ‘ટ્રેનમાં કેટરિંગ સેવાઓમાં (Catering service) સુધાર કરવામાં આવી રહ્યો છે. આને આગળ વધારતા, IRCTC ને મેનુંને કસ્‍ટમાઇઝ (Customise) કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જેથી કરીને પ્રાદેશિક ભોજન, મોસમી વાનગીઓ, તહેવારોના ભોજન અને મુસાફરોની વ્‍યકિતગત પસંદગીઓના આધારે અન્‍ય વ્‍યજંનોનો સમાવેશ કરી શકાય આ સાથે મુસાફરોને ડાયાબિટીક ફુડ(Diebetic food) બેબી ફુડ,(Babyfood) હેલ્‍થ ફુડના (Health food) વિકલ્‍પો પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અત્‍યાર સુધી રેલ્‍વે બોર્ડ ભોજનનું મેનું નક્કી કરતુ હતું. રેલ્‍વેના એક અધિકારીએ જણાવ્‍યું હતું. કે મહારાષ્‍ટ્ર જેવા દક્ષિણ અને પશ્ચિમી રાજયોમાં મુસાફરો તરફથી એવી ફરિયાદો આવી હતી કે તેઓને પ્રાદેશિક ભોજન મળતો નથી કારણ કે રેલ્‍વે પાસે માત્ર એક જ પ્રકારની ખાણા-પીણી છે. આ પહેલીવાર છે જ્‍યારે બોર્ડ IRCTC ને અધિકાર આપ્‍યો છે કે તેઓ મેનુમાં પોતાની રીતે ફેરફાર કરી શકે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતુ કે, આનાથી માત્ર ખોરાકની ગુણવતા સુધારવામાં જ મદદ નહીં મળે પરંતુ ડેસ્‍ટિનેશન પ્રમાણે મેનુને કસ્‍ટમાઇઝ કરવાની પણ છૂટ મળશે. ઉદાહરણ તરીકે, ગુજરાત જતી ટ્રેનોમાં ફાફડા, ઢોકળા અને મહારાષ્‍ટ્ર જતી ટ્રેનોમાં વડાપાવ જેવી સ્‍થાનિક વાનગીઓ મળશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે. કે જે પ્રીપેડ ટ્રેનોમાં કેટરિંગ ચાર્જ પેસેન્‍જર ભાડામાં સામેલ છે તેમાં મેનુ IRCTC દ્વારા પહેલેથી જ સૂચિત ટેરિફમાં નક્કી કરવામાં આવશે.

મેલ- એકસપ્રેસ ટ્રેનોમાં એમઆરપી પર અ-લા-કાર્ટે ફુડ અને બ્રાન્‍ડેડ ખાદ્યપદાર્થોના વેચાણની મંજૂરી આપવામાં આવશે. આવા અ-લા-કાર્ટે ભોજન માટે મેનુ અને શુલ્‍ક IRCTC દ્વારા નક્કી કરવામાં આવશે. બોર્ડે તેના આદેશમાં આઇઅઆરસીટીસીને જણાવ્‍યું હતુ કે મેનું નક્કી કરતી વખતે તેણે ખાતરી કરવી પડશે કે ખોરાક અને સેવાની ગુણવત્તા અને ધોરણો સુધારે અને જથ્‍થામાં વારંવાર કાપ ન આવે તેમજ ગુણવત્તા જાળવી રાખવામાં આવે. સાથે જ મુસાફરોની ફરિયાદ ટાળવા માટે ગુણવત્તા જાળવી રાખે હલકી ગુણવત્તાવાળી બ્રાન્‍ડ વેરેને ઉપયોગ કરે નહીં. તેમણે એમ પણ કહ્યું હતુ કે મેનુ ટેરિફ સુસંગત હોવું જોઇએ અને મુસાફરોની માહિતી માટે મેનું પૂર્વ સુચિત હોવું જોઇએ.