space/ સ્પેસ સેક્ટરમાં આજથી નવા યુગની શરૂઆત, દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ થશે

આજે ભારત અવકાશમાં એક નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ ‘વિક્રમ-S’ લોન્ચ કરવા જઈ રહ્યું છે.

Top Stories India

આજે ભારત અવકાશમાં (Space) એક નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ ‘વિક્રમ-S’ (Vikram-S) લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટ (વિક્રમ-એસ) હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. ‘વિક્રમ-એસ’નું પ્રક્ષેપણ આજે (શુક્રવારે) સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના (Sriharikota) સતીશ ધવન સ્પેસ સેન્ટરથી (Satish dhavan space center) થશે. આ મિશનને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યું છે. આનાથી દેશના અવકાશ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશને પણ નવી ઊંચાઈ મળશે.

રોકેટનું નામ ‘વિક્રમ-એસ’ ભારતના મહાન વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ.વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે આ એક મોટી છલાંગ છે.

તેમણે સ્કાયરૂટને રોકેટ લોન્ચ કરવા માટે અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભારત ISROની માર્ગદર્શિકા હેઠળ શ્રીહરિકોટાથી ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા વિકસિત પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ કરીને ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.

વિક્રમ-એસ સબ-ઓર્બિટલમાં ઉડાન ભરશે. આ એક પ્રકારની ટેસ્ટ ફાઇલ હશે, જો ભારતને આ મિશનમાં સફળતા મળશે તો તેનું નામ પ્રાઈવેટ સ્પેસ રોકેટ લોન્ચિંગના મામલે વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થઈ જશે. વિક્રમ-એસ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયા બાદ 81 કિમીની ઊંચાઈએ પહોંચશે. આ મિશનમાં બે સ્થાનિક અને એક વિદેશી ગ્રાહકના ત્રણ પેલોડ વહન કરવામાં આવશે. વિક્રમ-એસ સબ-ઓર્બિટલ ફ્લાઇટ ચેન્નાઈના સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્ઝ, આંધ્ર પ્રદેશના સ્ટાર્ટઅપ એન-સ્પેસ ટેક અને આર્મેનિયન સ્ટાર્ટઅપ બાઝુમક્યુ સ્પેસ રિસર્ચ લેબના ત્રણ પેલોડ વહન કરશે.

આ પણ વાંચો

Twitter/ મસ્ક ટ્વિટરને તાળા મરાવીને જ ઝંપશેઃ વળતા પ્રહાર તરીકે એન્જિનીયરિંગ ટીમનું સામૂહિક રાજીનામુ

Political/ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ